India

પાણી ટેન્કર અડફેટે આવતા એક પરિવાર નો થયો ચમત્કારી રીતે બચાવ. જુઓ ઘટના નો પૂરો વિડિયો.

Spread the love

રોજબરોજ એક્સીડંટ ની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ક્યારેક એવી ઘટના બનંતી હોય છે કે જે ને જોઈ ને આપડા રુંવાટા બેઠા થય જાય. એવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક ટેન્કર અડફેટે આવતા એક પરિવાર નો આબાદ બચાઉં થઇ જાય છે. સમગ્ર ઘટના શાહગઢમાં પૂરપાટ ઝડપે ચાલતા પાણી પુરવઠાના ટેન્કરને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ ટેન્કર તેજ ગતિએ પલટી ગયું, જેના કારણે રોડ કિનારે ઉભેલા એક પરિવારનો આબાદ બચાવ થયો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, શાહગઢના મુખ્ય બસ સ્ટેન્ડ પર રવિવારે બપોરે રોડની બાજુમાં ઉભેલા પરિવાર ઉભો હતો. બન્યું એવું કે ધીમી ગતિએ પાણીનું ટેન્કર લઈ જઈ રહેલા ટ્રેક્ટરના ચાલકે વળાંક પર ટેન્કર પલટી મારી દીધું.

જેમાં રોડની બાજુમાં ઉભેલા પરિવારની એક મહિલા, એક બાળક અને એક પુરૂષનો આબાદ બચાવ થયો હતો. ટેન્કર પલટી જવાની સમગ્ર ઘટના નગરપાલિકાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મુખ્ય બસ સ્ટેન્ડ પર બખ્તવાલી શાહ તિરાહે ખાતે ધીમી ગતિએ પાણી ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જે 20 ફૂટ સુધી ખેંચાઈ ગયું હતું. આ ટેન્કર પલટી જતા સમગ્ર પરિવાર પાછળ ફરી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત બાદ બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોએ ટેન્કરને સીધુ કર્યું હતું. જ્યારે ટેન્કર ચાલક સ્થળ પર વાહન મુકીને નાસી ગયો હતો.

સિટી કાઉન્સીલના સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ વિડીયો ઈન્ટરનેટ મીડિયા પર મુકવામાં આવ્યો હતો. જેને ઘણા લોકોએ જોયો હતો. તેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે શહેરના વિસ્તારમાં અને હાઈવે પર ઝડપથી દોડતા વાહનો પર અંકુશ મુકવો જોઈએ. જો આજે આ અકસ્માત થયો હોત તો મોટું નુકસાન થાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *