બંગાળ ની સ્ટ્રગલિંગ મોડલ ‘સરસ્વતી દાસે’ માત્ર 18-વર્ષ ની વયે જ જીવન ટૂંકાવી લીધું. આપઘાત નું કારણ જાણતા ચોકી ઉઠશો…
ભારત માં આપઘાત ના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે. બંગાળ માં માં જે આપઘાત ની ઘટનાઓ સામે આવે છે તે ખરેખર દુઃખદ ઘટના છે. છેલ્લા ઘણા દિવસો માં બંગાળ ની ત્રણ અભિનેત્રી એ આપઘાત કરી લીધો છે. અને હવે ફરી એક 18 વર્ષીય મોડેલે પંખા ની સાથે લટકીને જીવન ટૂંકાવી લીધું છે. 18 વર્ષીય સ્ટ્રગલિંગ મોડેલ તથા મેકઅપ આર્ટિસ્ટ સરસ્વતી દાસે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ દ્વારા જાણવા મળ્યું કે સરસ્વતી દાસ પોતાના ઘર પર હતી આ દરમિયાન રાત્રે બે વાગે ની આસપાસ તેને પંખા સાથ ગળાફાંસો ખાઈ ને આપઘાત વહોરી લીધો છે. જાણવા મળ્યું કે તેની સાથે તેના નાની સુતા હતા તથા અન્ય ઘરના સભ્યો બહાર સુતા હતા. જ્યારે મોડી રાતે નાની ની આંખો ખુલી ત્યારે સરસ્વતી તેમની બાજુમાં ન હતી અને સરસ્વતી દાસ ના રૂમ માં જતા તે પંખા સાથે લટકતી હતી.
નાની એ તેને નીચે ઉતારી હતી. વધુમાં જાણવા મળ્યું કે સરસ્વતી દાસ તેમના મમ્મી સાથે તેની નાની ને ત્યાં જ રહે છે. છેલ્લા 17 વર્ષ થી સરસ્વતી તેના નાની ની સાથે રહે છે. તેમના પિતા એ સરસ્વતી અને તેમની માતા ને તરછોડી દીધા હતા. નાની ના ઘર પર પરિવાર માં નાની અને મામા-મામી પણ રહે છે. સરસ્વતી એ આપઘાત કર્યા બાદ તાત્કાલિક તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ તરફ થી પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે સરસ્વતી દાસ નું કોઈ સાથે અફેર હતું આ કારણોસર તે ડિપ્રેશન માં રહેતી હતી. પોલીસ દ્વારા સરસ્વતી ના કોલ રોકોર્ડસ પર થી જાણવા મળ્યું કે તે રાત ના એક વગા સુધી પ્રેમી સાથે વાતો કરી રહી હતી. અને બાદ માં તે બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી.
સરસ્વતી દાસ ના ઘર માંથી કોઈ જ સુસાઇડ નોટ મળી આવી નથી. આ બાબતે પોલીસ હવે આગળ તપાસ કરી રહી છે. બંગાળ માં વારંવાર છેલ્લા થોડા સમય થી આપઘાત ના કિસ્સાઓ માં ઘણા પ્રમાણ માં વધારો થયેલો છે. લોકો કોઈ બાબતે ડિપ્રેશન માં રહેતા હોય છે. અને બાદ માં આત્મહત્યા કરી લેતા હોય છે. સરસ્વતી દાસે નાની ઉમર માં જ આપઘાત કરી લેતા ભારે ચકચાર થવા લાગી છે.