ભાવનગર- ડેમ માં પડેલ યુવાનને બચાવવા જતા એક પછી એક પરિવાર ના ચાર સભ્યો ડૂબતા ચાર સભ્યો ના મોત થયા.
ભાવનગર થી એક હચમચાવી દેતી આવી છે. જેમાં એક જ પરિવાર ના ચાર સભ્યો ડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકાના સેંદરડા ગામમાં અકસ્માતે એક યુવાન રોઝકી ડેમમાં પડી ગયો હતો. જેને બચાવવા તેની માતા, બહેન, અને ભાભી પાણી માં ગયા હતા. અને તે ચારેય ના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા મોત નિપજ્યા હતા.
મહુવા ના સેંદરડા ગામે રહેતા ખેતી અને પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવાર ની મહિલાઓ સુમારે ગામની સીમમાં આવેલા રોઝકી ડેમમાં કપડાં ધોવા માટે ગયા હતા. આ દરમિયાન નિકુલ નામનો યુવાન ડેમની પાળે આંટો મારી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેનો પગ લપસી ગયો હતો. અને તે ઊંડા પાણી માં ગરકાવ થવા લાગ્યો હતો. જેને જોઈ ને તેની માતા મગુંબહેન તેને બચાવવા પાણી માં પડ્યા.
માતા પણ અચાનક જ પાણી માં ગરકાવ થવા લાગ્યા હતા. આ જોઈ ને મગુંબહેન ના મોટા પુત્ર ની વહુ કાજલબહેન પણ સાસુ અને દિયર ને બચાવવા પાણી માં કૂદી પડ્યા હતા. અને ત્રણેય અચાનક ઊંડા પાણી માં ગરકાવ થવા લાગ્યા હતા. આ બધા માંથી કોઈ ને પણ તરત ફાવતું ન હતું. આ બધા ને પાણી માં ગરકાવ થતા જોઈ ને મંગુબહેન ની પુત્રી દક્ષાબહેન પણ પાણી માં ગયા પણ તે પણ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.
આ બનાવ ની જાણ આસપાસ ના લોકો ને થતા લોકો દોડી આવ્યા હતા. પોલીસ કાફલો અને ફાયરબ્રિગેડ ની ટિમ અહીં દોડી આવી હતી. અને લાશો ને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પીટેલ ખસેડવામાં આવી હતી. ઘટનામાં માતા, પુત્ર, બહેન અને ભાભી નું મોત નીપજ્યું હતું. આ દરમિયાન નિકુલ (ડૂબનાર) ના કાકા ની દીકરી અસ્મિતા(15-વર્ષ) જે પણ ત્યાં હતી. તે પણ પરિવાર ની મદદ માટે પાણી માં પડી હતી.
પણ તે પાણી માં રહી ન શકી આથી ફટાફટ બહાર આવી ને બુમાબુમ કરવા લાગી હતી. જેને લીધે આજુબાજુ ના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. એક જ પરિવાર ના ચાર લોકો ના ડૂબી જવાથી મોત થતા પરિવાર માં ભારે ચકચાર થવા પામી છે. પરિવાર ના લોકો માં અને ગામના લોકો માં ભારે શોક ફેલાય ગયો છે.