પંજાબ ના ગાયક સિદ્ધુ મુસેવાલા ની હત્યા બાદ સામે આવ્યા મહત્વ ના સીસીટીવી ફૂટેજ…જુઓ વિડીયો.
હાલમાં જ પંજાબ ના એક મશહૂર ગાયક અને કોંગ્રેસ ના નેતા એવા સિદ્ધુ મુસેવાલા ની દીનદહાડે ગોળીઓ મારી ને હત્યા કરી નાખવામાં આવી છે. સિદ્ધુ મુસેવાલા ની હત્યા ત્યારે કરવામાં આવી છે કે જયારે તેની સુરક્ષા માં ઘટાડો કરવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે આગળ ની કાર્યવાહી કરી રહી છે. પોલીસ ને પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે આ હત્યા દુશ્મની ના લીધે કરવામાં આવેલી છે.
આ સમગ્ર ઘટના માં હાલ એક મહત્વ ના સીસીટીવી ફુટેજ સામે આવી રહ્યા છે. જેમાં સિદ્ધુ મુસેવાલા ની એસ.યુ.વી કાર જોવા મળે છે. આ વિડીયો માં જાણવા મળ્યું કે આ ફૂટેજ સિદ્ધુ મુસેવાલા જયારે મૃત્યુ પામ્યા તેના થોડા સમય પહેલા નો જ છે. વિડીયો માં જોવા મળે છે કે સિદ્ધુ મુસેવાલા ની કાર ની પાછળ બે કાર સિદ્ધુ મુસેવાલા નો પીછો કરી રહી છે.
વિડીયો માં સફેદ રંગ ની બોલેરો કાર પણ જોવા મળે છે. પોલીસ અધીકારી તરફ થી જાણવા મળ્યું કે સિદ્ધુ મુસેવાલા ની હત્યા રવિવારે સાંજ ના સાડા પાંચ વાગ્યા ની આજુબાજુ કરવામાં આવી હતી. આ દરમિયાન સિદ્ધુ મુસેવાલા પોતે જ પોતાની ગાડી ચલાવી રહ્યા હતા. સિદ્ધુ મુસેવાલા ની સાથે આ દરમિયાન એક તેમના પાડોશી ગુરુવિંદ સિંહ અને તેમના એક સગા ગુરપ્રીત સિંહ હતા.
સિદ્ધુ મુસેવાલા ની સાથે હમેશા ચાર કમાન્ડો સુરક્ષા માં રહેતા હતા. પણ હાલમાં જ તેમની સુરક્ષા માં માત્ર બે જ કમાન્ડો રાખવામાં આવ્યા હતા. અને જાણવા મળ્યું કે જયારે સિદ્ધુ મુસેવાલા ની સાથે આ ઘટના બની ત્યારે તેની સુરક્ષા માં કોઈ જ ન હતું અને ના તો તે તેની સાથે બુલેટપ્રુફ ગાડી હતી. હવે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં થી જોવાનું રહ્યું કે આગળ શું સબૂત મળે છે.
#WATCH | Punjab: A CCTV video shows two cars trailing Sidhu Moose Wala’s vehicle moments before he was shot dead in Mansa district. pic.twitter.com/SsJag33XHb
— ANI (@ANI) May 30, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!