ટીવી ની પ્રખ્યાત અભિનેત્રી ‘કામ્યા પંજાબી’ પાણીપુરી ખાવા જતા લારી પર 1-લાખ નું પરબીડિયું ભૂલી બેસી. ત્યારબાદ એવું થયું કે…

તાજેતર માં એક અભિનેત્રી સાથે એક ઘટના બની આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. ટીવી સિરિયલ ની એક લોકપ્રિય અભિનેત્રી કામ્યા પંજાબી હાલમાં મધ્યપ્રદેશ માં પાણી પુરી ખાવા જોવા મળી હતી. આ દરમિયાન તેમની સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. ભારત ના બહેનો ને જો સૌથી વધુ લોકપ્રિય કઈ હોય તો તે છે પાણીપુરી.

કામ્યા પંજાબી એ એક પોતાના ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે, તે મધ્યપ્રદેશ માં પાણી પુરી ખાવા ઉભી રહી ત્યારે તે પાણીપુરી ની લારી પર પોતાનું એક લાખ રૂપિયાનું એન્વેલપ પાણીપુરી ની લારી પર જ ભૂલી ગઈ હતી. કામ્યા એક ઇવેન્ટ માં હાજરી આપવા માટે ઇન્દોર પહોંચી હતી. આ દરમિયાન તેના મેનેજરે કહ્યું કે ત્યાં નજીક માં જ એક ચટપટી સ્વાદિસ્ટ પાણીપુરી મળે છે.

તેના મેનેજરે આ વાત કહેતા તેને પાણીપુરી ખાવાની ખુબ જ ઈચ્છા થઇ અને તે પાણીપુરી ખાવા લારી પર પહોંચી ગઈ. આ દરમિયાન તેને પાણીપુરી ખાધી અને તે ફોટા પાડવામાં ખુબ જ બીસી થઇ હતી. આ દરમિયાન તેણે પોતાનું એન્વેલપ લારી પર મૂક્યું હતું. જેમાં લગભગ એક લાખ રૂપિયા હતા. તે ત્યાં જ ભૂલી ગઈ. અને બાદ માં તે હોટેલ આવી ગઈ હતી.

કામ્યા એ તેના મેનેજર ને આખી વાત કરી અને મેનેજર ને ત્યાં લારી પર પરબીડિયું લેવા મોકલ્યા. આ દરમિયાન કામ્યા ખુબ જ ચિંતા માં હતી. અને તેને મનમાં હતું કે એક લાખ રૂપિયાનું પરબીડિયું મળશે કે નહીં? પણ જયારે મેનેજર પાણીપુરી વાળા પાસે ગયો ત્યારે તેના માલિક દિનેશ ગુર્જર ને બધી વાત કરી અને તેની પાસે થી તે એક લાખ નું પરબીડિયું પાછું મેળવી લીધું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.