ચાલુ ડાયરા દરમિયાન ડાયરા કલાકાર કિર્તીદાનભાઈ ગઢવી ચોધારે રડવા લાગ્યા, જાણો શું ઘટના બની…
ગુજરાત માં ડાયરાઓ નું મહત્વ ખાસ જોવા મળે છે. જયારે ગુજરાત માં ડાયરાના પ્રોગ્રામ થતા હોય ત્યારે લાખો ની સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય છે. અને મન મૂકીને ડાયરાના કલાકારો પર પૈસા નો વરસાદ કરતા નજરે પડે છે. એવો જ એક પ્રોગ્રામ નું આયોજન કરછ જિલ્લાના ભચાઉ તાલુકા માં થયું હતું. આ દરમિયાન ડાયરાના મહાન કલાકાર એવા કિર્તીદાનભાઈ ગઢવી ડાયરા દરમિયાન રડી પડ્યા હતા. તે શા માટે રડી પડ્યા હશે?
કરછ જિલ્લામાં ભચાઉ તાલુકામાં રામ પારાયણ નિમિતે એક ભવ્ય ડાયરાના પ્રોગ્રામ નું આયોજન થયું હતું. આ કાર્યક્રમ માં ગુજરાત ના ડાયરાના મહાન કલાકારો એવા માયાભાઇ આહીર, કિર્તીદાન ભાઈ ગઢવી, ભીખુદાનભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં જયારે ભીખુદાનભાઈ ગઢવી શ્રી રામ અને માતા વિષે વાતો કરતા હતા ત્યારે કિર્તીદાનભાઈ ભાવુક થઇ ને રડવા લાગ્યા હતા.
ભીખુદાનભાઈ ગઢવી આ વાત સમાજ ને ઉદેશીને કરી રહ્યા હતા. ત્યારે કિર્તીદાનભાઈ ગઢવી ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા હતા. આ સમયે કીર્તિદાનભાઈ ગઢવી પોતાના જીવન ની યાદગાર યાદો ને લઇ ને ભાવુક થઇ ને રડી પડ્યા હતા. આ કાર્યક્રમ માં મણિધર બાપુ પણ હાજર હતા. મણિધર બાપુ કિર્તીદાનભાઈ પાસે જય ને તેમને સાંભળ્યા હતા. આ કાર્યક્રમ નો વિડીયો લોકસાહિત્ય નામની youtube ચેનલ ઉપર મૂકવામાં આવ્યો છે.
મણિધર બાપુ એ તેના હાથે કિર્તીદાનભાઈ ને પાણી પાયું હતું. આ ડાયરા દરમિયાન લોકો એ મન મૂકીને કલાકારો પર રૂપિયા નો વરસાદ કર્યો હતો. કલાકારો એ પણ ડાયરાની રમઝટ બોલાવી હતી. કિર્તીદાન ગઢવી ની વાત કરી એ તો તેમણે ગુજરાત ઉપરાંત વિદેશ માં જય ને પણ ડાયરાના પ્રોગ્રામો કરેલા છે. તેમનો કાર્યક્રમ હોય એટલે લાખો ની સંખ્યા માં લોકો ઉપસ્થિત થતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!