અભિનેતા સોનુ સુદે બિહાર માં રહેતી અઢી વર્ષ ની બાળકી નું સુરત માં ઓપરેશન કરાવ્યું, અઢી વર્ષ ની બાળકી જન્મજાત…જાણો વિગતે.
બૉલીવુડ ના અભિનેતા સોશિયલ મીડિયા માં તેના કામ ના લીધે ખાસ ચર્ચા માં આવતા હોય છે. બૉલીવુડ ના એક અભિનેતા તેના સેવા ના કામ ના લીધે ખુબ ચર્ચા માં હોય છે. સેવા માં સૌથી મહત્વપૂણ કોઈ અભિનેતા જો આગળ પડતું હોય તો તે છે અભિનેતા ” સોનુ સુદ” આ અભિનેતા એ ઘણી બધી સુપરહિટ ફિલ્મો માં કામ કરેલું છે. સોનુ સુદ તેના નેગેટિવ રોલ ને કારણે ફિલ્મો માં ખુબ જ જાણીતા છે.
સોનુ સુદ ની જરૂર જયારે પણ ગરીબો ને પડે છે. ત્યારે સોનુ સુદ તેની સાથે હોય છે. કોરોના કાળ માં લોકડાઉન સમયે પણ લોકો ને પોતાના વતન જવા માટે સોનુ સુદે ખુબ જ મદદ કરી હતી. એવી જ એક મદદ સોનુ સુદે હાલ માં એક બિહાર ની નાની બાળકી ની કરી છે. બિહાર માં રહેતી એક 2.5 વર્ષ ની બાળકી જન્મતા સાથે જ તેને 4 હાથ-પગ હતા. વિચારો તેને કેવી મુશ્કેલી પડતી હશે?
2.5 વર્ષ ની ચહુમુખી બિહાર ના નવાદા જિલ્લા ના વારસાલીગંજ પ્રખંડ સોર પંચાયત ના હેમદ ગામના રહેવાસી છે. બાળકી ને જન્મજાત 4 પગ અને 4 હાથ હતા. આ બાદ સોનુ સુદ ને આ વાત ની જાણ થતા બાળકી ને 30 મેં ના રોજ સુરત ની કિરણ હોસ્પિટલ માં શિફ્ટ કરવામાં આવી. મેડિકલ ચેક અપ બાદ હોસ્પિટલ ના ડોક્ટર મિથુન અને તેની ટિમ ના 7 ડોક્ટરો દ્વારા આ સફળ સર્જરી કરવામાં આવી હતી.
આ બાળકી ના પરિવાર પાસે એટલા બધા રૂપિય નોતા કે તે ઓપરેશન કરાવી શકે. અને બાળકી નો ફોટો ખુબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થતો હતો. જેથી આ વાત ની જાણ સોનુ સુદ ને પડતા તેને મદદ કરી હતી. અને જાહેરાત કરી કે બાળકી ના ઓપરેશન નો તમામ ખર્ચો તે ઉઠાવશો. સોનુ સુદે આ ગરીબ પરિવાર ની ખુબ મોટી સહાય કરીને એક ઉમદા કાર્ય કર્યું છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.