India

રક્ષક જ ભક્ષક બની ! બાળક ની સારસંભાળ રાખનાર આયા બાળક પર ધડાધડ ઝાપટો નો વરરસાદ કરતી, બાળક ના વાળ પકડી…જુઓ વિડીયો.

Spread the love

આજના જમાના માં લોકો કામ માં એટલા બધા બીઝી થઇ જતા હોય છે કે પોતાના બાળકો ની સારસંભાળ માટે સમય આપી શકતા નથી. આથી પોતાના બાળકો ની દૈખરેખ માટે આયા બહેનો ને ઘર માં રાખતા હોય છે. પરંતુ, ક્યારેક આયા બહેનો એવી હરકતો કરતા હોય છે કે, આયા બહેનો પરથી લોકો નો વિશ્વાસ ઉડી જાય છે. રક્ષક જ ભક્ષક બની જાય છે. અને આયાબહેનો નાના છોકરા ની દેખભાળ રાખવાના બદલે તેની સાથે મારપીટ કરતી હોય છે.

એવો જ એક વિડીયો હાલ માં જોવા મળ્યો છે. વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે, એક આયા બહેન બે વર્ષ ના માસુમ બાળક પર કેવો અત્યાચાર કરે છે. આ વિડીયો ભારત ના રાજ્ય મધ્ય પ્રદેશ ના જબલપુર માંથી સામે આવ્યો છે. આ વિડીયો જોઈ ને રુંવાટા બેઠા થઇ જાય કે એવો અત્યાચાર. જબલપુર ના સ્ટાર સીટી માં 4 મહિના અગાઉ ચમનનગર માં રહેતી રજની ચૌધરી ને પોતાના બાળક ની દેખરેખ માટે માતા-પિતા એ રાખી હતી.

માતા અને પિતા બન્ને નોકરી કરતા હોય માટે ઘરે બાળક ની દેખરેખ માટે કોઈ ન હતું. થોડા દિવસો પછી અચાનક જ બાળક ની તબિયત બગડવા લાગી અને આ બાબતે માતા-પિતા એ રજની પર શક જતો હતો. આથી માતા-પિતા એ તેના ઘર માં સીસીટીવી કેમેરો લગાવી દીધો. જયારે માતા-પિતા એ લગાવેલા સીસીટીવી માં બધી ઘટના જોવા મળી તો તે આયા માસુમ પર જે મારામારી કરી રહી હતી તે જોઈ ને માતા-પિતા પણ હચમચી ગયા હતા. જુઓ વિડીયો.

રજની વારેવારે માસુમ બાળક ના ઘડીક વાળ પકડી ને તેને ઉલાળતી તો કોઈ વાર વાળ પકડીને ઢસડતી. માસુમ પર ધડાધડ ઝાપટો નો વરસાદ કરતી હતી. આ જોઈ ને માતા-પિતા ને ખુબ જ ગુસ્સો આવ્યો. અને રજની વિરૃદ્ધ એફ.આય.આર કરી નાખી. પોલીસે આ બાબતે ત્વરિત એક્શન મોડ માં આવી અને રજની ની ધરપકડ કરી ને તેને જેલ માં મોકલી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *