ભારતીસિંહે અને પતિ હર્ષે તેના પુત્ર ની કરી ધમાકેદાર એન્ટ્રી, ભારતી ના પુત્ર ની ઝલક જોવા મળતા જ ફેન્સ…જુઓ તસ્વીર.

કોમેડી કિંગ ભારતીસિંહે અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા એ હાલમાં તેના પુત્ર ની એક ઝલક દેખાડી છે. ભારતીસિંહે થોડા મહિના અગાઉ જ તેના પુત્ર ને જન્મ આપ્યો હતો. અને ત્યારબાદ તેણે તેના ફેન્સ ને તેના પુત્ર ની ઝલક પણ દેખાડી ન હતી. પિતા હર્ષ એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં સુંદર ફોટો શેર કર્યો છે. જેમાં ભારતી, હર્ષ અને તેના પુત્ર ની થોડી ઝલક જ જોવા મળી છે. ભારતી પોતાના પુત્ર ના જન્મ બાદ થોડા સમય માં જ કામ પર પાછી ફરી હતી.

તાજેતર માં જ ભારતી અને પતિ તેના પુત્ર સાથે વેકેશન ની મજા ગોવા માં માણી રહ્યા હતા. અને તે તેના પુત્ર ને એ સ્થળે લઇ ગયા કે જ્યાં, તે બને ના લગ્ન થયા હતા. વેકેશન ની મોંજ માણતો વિડીયો પણ યુટ્યુબ ચેનલ માં જોવા મળે છે. ભારતી અને તેનો પતિ તેના પુત્ર ને પ્રેમ થી ગોલુ કહે છે. મીડિયા ના જણવ્યા અનુસાર, પુત્ર નું નામ લક્ષ જાણવા મળ્યું છે.

ભારતી તેની કોમેડી કરી ને ખુબ જ દર્શકો નું મનોરંજન કરતી હોય છે. ઘણા બધા શો માં ભારતી કામ કરતી જોવા મળે છે. ખતરા ખતરા ખતરા શો માં તો ભારતી અને તેના પતિ હર્ષ બન્ને સાથે જોવા મળતા હતા. ભારતી ની એક યુટ્યુબ ચેનલ પણ છે. જેમાં તે ઘણી બધી માહિતી તેના દર્શકો માટે શેર કરતી હોય છે. હાલમાં જે ફોટા માં પુત્ર ની ઝલક બતાવી છે તેને જોઈ ને સિલિબ્રેટી પણ એમાં ખુબ કોમેન્ટો આપી રહ્યા છે.

આ ફોટા માં ભારતી એ તેના પુત્ર ને તેડ્યો છે. અને પિતા પુત્ર ની સામે હસી રહ્યા છે. આ ફોટો હર્ષે ઇન્સ્ટાગ્રામ માં શેર કરતા કેપશન માં લખ્યું છે કે, ”ફેમિલી” એક ફેન્સે આ ફોટા માં કોમેન્ટ કરતા લખ્યું કે, ગોલા ગોલી ઓર ઠેલે વાલા. અને બીજા ચાહકો પણ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.