India

લેડી ગેંગ નો આંતક ! એક યુવતી પર લેડી ગેંગે લાતો, મુક્કા અને લાકડીઓથી એવો ભયંકર હુમલો કર્યો કે યુવતી જમીન પર જ…જુઓ વિડીયો.

Spread the love

આજના યુવાનો નાની વાતો માં એકબીજા પર મારામારી માં ઉતરી આવતા હોય છે. એકબીજા પર એવા એવા હુમલાઓ કરતા હોય છે કે, ક્યારેક ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ પણ ખસેડવા પડતા હોય છે. એક મારામારી ની ઘટના મધ્યપ્રદેશ ની સામે આવી છે. જેમાં એક લેડી ડોન ની ગેંગે એક ડોમિનોઝ માં પીઝા ડિલિવર કરતી યુવતી ને લાકડીઓ વડે જાહેર રસ્તા પણ ઢોર માર માર્યો હતો. અને આ ગેંગે પોતાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

બનાવ જાણે એમ બન્યો કે, મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર માં રહેતી અને ડોમિનોઝ માં પીઝા ડિલિવરી કરતી યુવતી નંદિની યાદવે પોતાના પર થયેલા હુમલા બાબત માં પિંકી નામની યુવતી અને તેના સાથી મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. નંદિની યાદવ ઇન્દોર માં ઋષિ પેલેસ કોલોની માં રહે છે. નંદિની એ જણાવ્યું કે, શનિવારે તે કામ પર જય રહી હતી અને ત્યારે, પિંકી અને તેના લેડી મિત્રો એ કોઈ બાબતે નંદિની નો રસ્તો રોક્યો હતો.

નંદિની એ તેની સામું જોયું તો પિંકી અને તેની લેડી ગેંગ નંદિની ઉપર તૂટી પડી હતી. અને લાકડીઓ વડે અને હાથ વડે નંદિની ને ઢોર માર માર્યો હતો. આ રસ્તા પર મારામારી ની ઘટના થતા લોકો ના ટોળા ઉમટ્યા હતા. પરંતુ તેને કોઈ બચાવવા આવ્યું નહીં. અને નંદિની આખરે સામે ના એક ઘર માં ચાલી ગઈ અને પોતાનો જીવ બચાવ્યો હતો. અને બાદ માં ફરિયાદ નોંધાવી હતી. જુઓ વિડીયો.

જાણવા મળ્યું કે પિંકી નામની યુવતી આ ગેંગ ની લીડર છે. અને તે ઘણા તેના જેવા ગુનેગાર સાથે સંબંધ ધરાવે છે. પિંકી ના પિતા પર અનેક ગેરકાયદેસર પ્રવુતિ સાથે સંકળાયેલા છે. આવા અવાર તત્વો વિરુદ્ધ પોલીસ ત્વરિત એક્શન માં આવી હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધી આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *