Gujarat

દીવાલ ઢળી પડતા ખેડૂત પરિવાર ના એકસાથે ત્રણ સભ્યો ને કાળ ભરકી ગયો, હળવદ માં વરસાદ પડતા ખેડૂત પરિવાર…

Spread the love

ગુજરાત માં હજુ તો વરસાદ ની સીઝન ચાલુ પણ નથી થઇ ત્યાં હળવદ ગામમાં અનરાધાર વરસાદ પડી ગયો. હળવદ માં એટલો વરસાદ પડ્યો કે રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. પરંતુ આ વચ્ચે ગઈકાલે એક દુઃખદ ઘટના સામે આવી છે. કાલે હળવદ માં વરસાદ દરમિયાન ત્રણ લોકો એક દીવાલ ના સહારે ઉભા હતા. દીવાલ અચાનક જ તે ત્રણેય લોકો પર પડતા ત્રણેય ના દટાય જવાના કારણે મૃત્યુ નિપજ્યા છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, હળવદ ના સુંદરીભવાની ગામે આ ઘટના બની હતી.

કાલ સાંજે હળવદ ના સુંદરીભવાની ગામે અનરાધાર વરસાદ પડતા એક ખેડૂત પરિવાર જેમાં, છેલાભાઇ ગફલભાઈ દેગામા, વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઈ દેગામાં પોતાની વાડી પર કામ કરી રહ્યા હતા. વરસાદ પડતા તે લોકો એક દીવાલ ના ટેકે ઉભા રહ્યા હતા. ત્યારે તે દીવાલ અચાનક ધડામ કરતી ઢળી પડી અને તે ત્રણેય ખેડૂત પરિવાર ના સભ્યો દીવાલ ના નીચે દટાય ગયા અને ત્રણેય ના મૃત્યુ નિપજ્યા હતા. આ વાત ની પરિવાર ના સભ્યો ને જાણ થતા પરિવાર ચોધારે આંસુ એ રડી પડ્યા.

આ અંગે ગામના સરપંચ જેન્તીભાઇ શંકરભાઇ પ્રજાપતિ એ જણાવ્યું કે, પરિવાર માં વાઘજીભાઈ અને રાજુબેન બને દંપતી છે. અને તેમને બે બાળકો છે. જેના નામ પુત્ર યશપાલ (7-વર્ષ) અને પુત્રી ભૂમિ (5-વર્ષ) ના છે. બન્ને બાળકો એ નાની ઉમર માં જ માતા-પીતા ની છત્રછાયા ગુમાવી દીધી છે. અને મરનાર છેલાભાઈ ને માનસી નામની પુત્રી છે. માનસી એ પિતા નો સાથ ગુમાવી દીધો છે.

ગામના સરપંચ દ્વારા આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર ને અરજી કરતા કહ્યું કે, જલ્દી થી જલ્દી આ નિરાધાર બાળકો ને જે કઈ નિયમ મુજબ સહાય થતી હોય તે કરે.પરંતુ ઘટના ના બાર કલાક વીતી ગયા છતાં પણ તંત્ર એ હજુ સુધી આ ઘટના નિ કઈ નોંધ લીધી નથી. પરિવાર માં પુત્ર નું મૃત્યુ થતા પિતા પણ ચોધારે રડી રહ્યા છે. ગામ માં એક સાથે ત્રણ અર્થી નીકળતા ગામમાં પણ ભારે અરેરાટી ફેલાય જવા પામી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *