Entertainment

KBC માં સ્પર્ધક ની સામે એવો સવાલ આવ્યો કે સ્પર્ધક ને થયું મોટું નુકશાન, અમિતાભ બચ્ચને એવી મોટી સલાહ આપી કે…જુઓ વિડીયો.

Spread the love

ભારત માં ઘણા બધા ટીવી શો આવે છે. જેમાં બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન જે શો ને હોસ્ટ કરે છે તેનું નામ છે કોન બનેગા કરોડપતિ. આ કોન બનેગા કરોડપતિ શો માં કેટલાય લોકો સવાલોના જવાબ આપીને કરોડપતિ થઇ ગયા છે. લોકો આ શો માં રમી ને પોતાનુઁ સપનું પૂરું કરતા હોય છે. હવે થોડા જ સમય માં ફરી સિરિયલ શરુ થવા જય રહી છે. એવામાં સોની ટીવી વાળા એ એક પ્રોમો જાહેર કર્યો છે. જેમાં જાહેર જનતા ને બચ્ચન સાહેબ અફવાથી દૂર રહેવાની સલાહ આપતા એક મેસેજ આપે છે.

કોન બનેગા કરોડપતિ ની સીઝન 14 હવે ટૂંક સમય માં શરુ થવાની છે. સોની ટીવી એ આ માટે પ્રોમો બનાવ્યો છે. જેમાં અમિતાબ બચ્ચન એક સવાલ પૂછી રહ્યા છે. અમિતાભ બચ્ચન ની સામે એક લેડી બેઠેલા છે. અને અમિતાભ બચ્ચન તેને સવાલ પૂછે છે કે, ” કોની પાસે જી.પી.એસ ટેક્નોલોજી છે? જેના ઓપશન છે : ટાઈપરાયટર-ટેલિવિઝન-સેટેલાઇટ-2000 રૂ. ની નોટ ?

પ્રશ્ન સાંભળી સ્પર્ધક ગુડ્ડી કઈ પર વિચાર્યા વગર ફટાફટ જવાબ ”ડી-2000 રૂ. ની નોટ” જવાબ આપી દે છે. અને અમિતાભ બચ્ચન તેને કહે છે. કે આ તો ખોટો જવાબ પડ્યો. તો સ્પર્ધક ગુડી જવાબ આપે છે કે, ‘ મેં સમાચાર માં જોયું હતું’ કે 2000 ની નોટ પર જી.પી.એસ સિસ્ટમ છે. સામે અમિતાભ જવાબ આપે છે કે, ના ના એમાં તેમની ભુલ હોય શકે છે, પરંતુ નુકશાન તો તમારું થઇ ગયું ને. આ વિડીયો શેર કરતા સોની ટીવી એ કેપશન માં લખ્યું કે, ” આપણે બધા એવા માણસોને જાણીએ છી એ જે આવા અપ્રમાણિક સમાચાર સાંભળે છે. તેમને ટેગ કરો ને કહો કે, તમે જ્યાંથી કરી શકો ત્યાથી જ્ઞાન એકત્ર કરો. જુઓ વિડીયો.

નોંધનીય છે કે, જયારે 2016 માં જયારે નોટબંધી થઇ હતી ત્યારે એક મેસેજ ફરતો હતો કે 2000 રૂ. ની નોટ પર જી.પી.એસ સિસ્ટમ ની ચિપ લાગેલી છે. પરંતુ ત્યારબાદ નાણામંત્રી અરુણ જેટલી એ સ્પષ્ટ કર્યું હતું કે, આ એક અફવા છે. કોઈ ચિપ નોટ માં નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *