માતા-પિતા સાથે છેલ્લી વાર ફોન માં વાત કર્યા બાદ, 20 વર્ષ ની યુવતી એ હોસ્ટેલ માં ખાય લીધો ગળાફાંસો, પિતા એ કહ્યું વાત કરતા…
ગુજરાત માં આપઘાત થવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. હવે નાના વય ના વિદ્યાર્થી પણ કોઈ એવા કારણોસર આપઘાત કરી લેતા હોય છે. ક્યારેક વ્યક્તિ ના માથે એવી મુસીબતો આવી પડે છે કે, વ્યક્તિ વિચાર્યા વગર સીધો આપઘાત કરી લે છે. એવી જ ફરી એક વિદ્યાર્થીની ની આપઘાત ની ઘટના રાજકોટ થી સામે આવી છે. માત્ર 20 વર્ષીય યુવતી એ હોસ્ટેલ માં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
ઘટના જાણે એમ છે કે, મેંદરડા અણીયારા ગામ માં રહેતી 20 વર્ષ ની સ્વાતિ શાપર નજીક ઢોલરાની જય સોમનાથ નર્સીંગ કોલેજ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતી હતી. તેની કોલેજ ના નિયમ મુજબ દર રવિવારે દરેક વિદ્યાર્થી ને પોતાના પરિવાર સાથે 30 મિનિટ વાતો કરવામાં આપવામાં આવતી હતી. ગયા રવિવારે સ્વાતિ એ પોતાના માતા-પિતા, કાકા-કાકી અને અન્ય લોકો સાથે વાતો કરી હતી.
અને રવિવાર ના રોજ જ સાંજે 4.30 વાગ્યે કોલેજ ની હોસ્ટેલ માં જ ગળાફાંસો ખાય લીધો હતો. સ્વાતિ ને આ હાલત માં પ્રથમ તેની ક્લાસમેટ જોઈ અને તરત જ કોલેજ ના સ્ટાફ ને જાણ કરી હતી. ત્યારબાદ કોલેજ સ્ટાફે શાપર પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. અને મૃતદેહ ને પી.એમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે યુવતી નો મોબાઈલ જપ્ત કર્યો અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. પિતા ના કહેવા મુજબ જયારે તેની પુત્રી એ તેની સાથે વાત કરી ત્યારે તો એવું કઈ લાગી રહ્યું ન હતું. તે નોર્મલ જ વાતો કરતી હતી. જાણવા મળ્યું કે સ્વાતિ ને એક બહેન અને એક ભાઈ છે. સ્વાતિ માત્ર 20 વર્ષ ની ઉમર માં મૃત્યુ પામતા પરિવાર ના માથે મહામુસીબતો આવી પડી છે. અને પરિવાર શોક માં ગરકાવ થવા પામ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!