Gujarat

રાજકોટ- આ મહિલા એ 1.48-કરોડ રૂપિયા ના દાગીના લૂંટવા એવું ષડયંત્ર તૈયાર કર્યું હતું કે..જાણી હલબલી જશે..

Spread the love

ગુજરાત માંથી અવારનવાર ચોરી અને લૂંટફાટ ની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક ક્યારેક લોકો મોટા મોટા ષડયંત્રો કરીને ચોરી કરતા હોય છે. રાજકોટ થી એવો જ એક કેસ સામે આવ્યો છે. રાજકોટ માં આવેલા TBZ સોનાના શો રૂમ ના ઘરેણાં ની લગબગ 1.48 કરોડ રૂપિયા ની લૂંટ ની ઘટના સામે આવી હતી. પરંતુ, પોલીસ ને ફરિયાદ મળતા જ ગણતરી ના સમય માં જ લૂંટારુઓ ને ઝડપી પાડ્યા હતા.

વધુ વિગતે જાણવા મળ્યું કે, રાજકોટ શહેર ના બજરંગવાડી વિસ્તાર માં આવેલા મોમીન સોસાયટી માં રહેતી મહિલા બિલકિસ બાનુ નો પતિ હત્યા ના કેસ માં જેલ માં છે. પતિ ને છોડાવવા ફરિયાદી ને રૂપિયા આપી તેની સાથે સમાધાન કરાવી લેવા ફરિયાદી ને પૈસા આપવાના હોય તેની માટે આ મહિલા તેના પિતા તેના ભાઈ એ લૂંટ નો પ્લેન તૈયાર કર્યો હતો.

રાજકોટ ના યાજ્ઞિક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામની (TBZ ) શો રૂમ માંથી ઘરેણાં ખરીદવાના બહાને ત્યાં ની શોપ માંથી બિલકિસ બાનું એ ઘરેણાં ખરીદવાના બહાના હેઠળ પોતાના ઘરે દાગીના મંગાવ્યા હતા. બિલકિસ બાનું આ શો રૂમ પર થી વારંવાર ઘરેણાં ની ખરીદી કરતી હોય શો રૂમ વાળા ને તેના પર વિશ્વાસ હોય તેના એક કર્મચારી ને બોક્સ માં સોનાના દાગીના લઇ ને તેના ઘરે મોકલ્યો હતો.

TBZ શો રૂમ નો એક કર્મચારી 1.48 કરોડ ના દાગીના લઇ ને તેના ઘરે ગયો હતો. ત્યારે બિલકિસ બાનું તેના ઘરે આવેલા કર્મચારી ના હાથ માંથી દાગીના નું બોક્સ ઝૂંટવી ને કાળા કલર ની ક્રેટા માં ભાગી ગઈ હતી. તેની સાથે તેનો પિતા અને ભાઈ પણ હતા. બાદ માં પોલીસ ને જાણ કરતા બિલ્કીસ બાનુ ઝડપાય ગઈ હતી. અને લૂંટ નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

તેનો ભાઈ અને તેના પિતા હજુ ફરાર છે. તેની શોધખોળ શરુ છે, વધુમાં જાણવા મળ્યું કે, બિલ્કીસ બાનુ ની અગાઉ પણ હત્યા ના ગુના અને પ્રોહિબિશન ના ગુના માં સંડોવાયેલી છે. અને તેનો ભાઈ છે સગીર વય નો છે તેની પણ હત્યા ઉપરાંત બીજા ચાર ગુનામાં સંડોવણી થયેલી છે. તેનો પતિ હાલ માં હત્યા ના ગુના માં જેલ માં સજા કાપી રહ્યો છે. રાજકોટ પશ્ચિમ ના પોલીસ એ.સી.પી. પ્રમોદ દિયોદરા એ સમગ્ર ઘટના ની માહિતી આપી હતી. આ સાથે જ પોલીસે 1,48,43,282 રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *