હરિયાણા- પુત્રી સાથે ભેટો કરે તે પહેલા જ માતા-પિતા નું અકસ્માત માં કરૂણ મોત..પુત્રી મલેશિયા થી…
રોજબરોજ અકસ્માતો થવા હવે સામાન્ય બાબત થઇ ચુકી છે. લોકો ને ક્યારે અકસ્માત નડે કહી જ ન શકાય. એવા એવા ભયંકર અકસ્માત ના કિસ્સાઓ સામે આવ્યા જ કરતા હોય છે કે, જેને સાંભળી ને આપણે હચમચી જતા હોઈએ. રસ્તા પર ક્યારેક ક્યારેક મોટા મોટા વાહનો ની અડફેટે ઘણા લોકો આવી જતા હોય છે તો ક્યારેક કોઈ ની ગાડી રસ્તા પર પલ્ટી મારી જતી હોય છે.
હરિયાણા થી એક એવો જ કેસ સામે આવ્યો છે. જેમાં માતા-પિતા તેની પુત્રી ને લેવા એરપોર્ટ પર જય રહ્યા હતા ને તેની કાર રસ્તા માં જ પલ્ટી ગઈ જેમાં માતા-પિતા ના કરુંણ મોત નિપજ્યા હતા. હરિયાણા માં આ રોડ અકસ્માત નો કેસ શુક્રવાર ના રોજ બન્યો હતો. જિલ્લાના શાહબાદ માર્કંડાના નૌ ગાઝા પીર પાસે એક માર્ગ અકસ્માતમાં રાજપુરા (પંજાબ) ના પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જાણવા મળ્યું કે પતિ-પત્ની પોતાની દીકરી ને લેવા સવારે રાજપુરા થી નીકળ્યા હતા. તેમની પુત્રી મલેશિયા દેશ માંથી પાછી ફરી રહી હતી. આથી પુત્રી ને લેવા માટે દિલ્હી ના એરપોર્ટ માતા-પિતા જય રહ્યા હતા. મલેશિયા માંથી તેમની દીકરી સવારે 9-વાગે દિલ્હી એરપોર્ટ પર ઉતરવાની હતી. માતા-પિતા ને ભેટો કરે તે પહેલા જ માતા-પિતા ની કાર ભયાનક રીતે પલ્ટી મારી ગઈ. જાણવા મળ્યું કે, કાર ના ડ્રાયવર ને માત્ર ઈજાઓ જ પહોંચી હતી.
અકસ્માત ની ઘટના ની જાણ પોલીસ ને મળતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતક ની લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. અને ઘાયલ ડ્રાયવર ને ઈજાઓ પહોંચતા તેની સારવાર હોસ્પિટલ માં ચાલી રહી છે. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!