મહેલો થી કમ નથી લોક ગાયક દેવાયત ખવડ નુ નવુ ઘર ! જુઓ ઘર ના અંદર ની, જુઓ ખાસ તસવીરો.
ગુજરાત માં આજે લોક ડાયરાના કલાકારો નું નામ દિવસે ને દિવસે નિખરતું જાય છે. આજના લોકડાયરાના કલાકારો એવા છે કે જે ભારત બહાર વિદેશ માં પણ પોતાના કાર્યક્રમો કરવા જતા હોય છે. એવા જ એક કલાકાર કે જે તેમની ખુમારી, વટ અને દાતારી ની વાતો થી ડાયરામાં ચાર ચાંદ લગાવી દેતા હોય છે તે કલાકાર છે દેવાયત ખવડ. દેવાયત ખવડ નો કાર્યક્રમ હોય એટલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે યુવાઓ માં ખાસ દેવાયત ખવડ નું નામ ગુંજતું જોવા મળે છે.
દેવાયત ખવડ આજે એક સફળ સાહિત્ય ના કલાકાર છે. દેવાયત ખવડે હાલ માં રાજકોટ જિલ્લા માં એક મહેલ જેવો બંગલો ખરીદ્યો છે. આ નવા ઘર ને જોઈ ને લોકો ની પણ આંખો પહોળી થઇ ગઈ છે. દેવાયત ખવડે બનાવેલા બંગલા માં એકથી એક ચડિયાતી સુવિધા જોવા મળે છે. દેવાયત ખવડે બનાવેલા ઘર માં મન્દીર, મીની થીએટર, સોફા સેટ, ફુલદાની, લાઈટ વાળા પંખા, દાદર ની કાચની દીવાલ જેવી અનેક સુવિધાઓ જોવા મળે છે…જુઓ વિડીયો.
દેવાયત ખવડ નું ઘર કોઈ ફાઈવ સ્ટાર હોટેલ થી ઓછું નથી. એસી અને એલસીડી લાઈટ થી ઝગમગતા આ ઘર માં શિવાજી મૂર્તિ ની સાથે માતા સરસ્વતી ની તસ્વીર પણ જોવા મળે છે. દેવાયત ખવડે તેના ઘર ની ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર શેર કરેલી છે. દેવાયત ખવડ ના આ નવા ઘર ને જોઈ ને લોકો નું મન મોહિત થઇ ગયું છે. આજે દેવાયત ખવડ એક કાર્યક્રમ કરવના ઘણા રૂપિયા લેતા હોય છે.
આજે ગુજરાત ના કલાકરો પોતાના જીવન માં જે કઈ નવું કરે તે તરત સોશિયલ મીડિયા પર લોકો ને તરત ખ્યાલ આવી જતો હોય છે. દેવાયત ખવડ ના કાર્યક્રમ માં લોકો ને એટલી મોજ પડતી હોય છે કે, લોકો આખી રાત પણ તેના કાર્યક્રમ માં બેસી ને તેમને સાંભળવાનો લ્હાવો લેતા હોય છે. દેવાયત ખવડ ને આજે આ લેવલ પર પહોંચવા માટે ઘણી બધી મુશ્કિલો નો સામનો કરવો પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!