ગુજરાત માં મંડરાય છે સંકટ! વાવાઝોડું વરસાદ અને ગરમી ના ત્રિપલ એટેક ની અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે..
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી બફારાના પ્રમાણમાં તીવ્ર વધારો થયેલો છે. અષાઢી બીજ સમય ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો હતો. અને આખું ગુજરાત વરસાદી પાણી થી તરબતર થઈ ગયું હતું. અષાઢી બીજ જેમ જેમ ગઈ તેમ ગુજરાત માં ફરી બફારા ના પ્રમાણ માં તીવ્ર વધારો થઈ ચૂક્યો છે. લોકો બફારા ના પ્રમાણથી હોશ ખોઈ બેસ્યા છે. પરંતુ હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વાવાઝોડાના ત્રીપલ આગાહી કરી છે.
હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળ ની ખાડી માં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ રહી છે. તેના કારણે ગુજરાતના દરિયા કિનારામાં ભારે વરસાદની અસર જોવા મળશે. અને કહ્યું કે આગામી 6 થી 8 તારીખ સુધી માં બંગાળની ખાડી માં વાવાઝોડું ઉત્પન્ન થશે. જેના કારણે 13 થી 17 સપ્ટેમ્બર માં બંગાળ ની ખાડી માં સિસ્ટમ સક્રિય થશે. જેથી થોડા દિવસોમાં ખૂબ ગુજરાત વરસાદે પાણીથી તરબતર થઈ જાય તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
બંગાળની ખાડી માં વાવાઝોડા ની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ બાબતે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી દિવસોમાં પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, આણંદ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી અને ખેડા જિલ્લા માં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે. સાથે સાથે કહ્યું કે આગામી 15 સપ્ટેમ્બર ના રોજ વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે.
અંબાલાલ પટેલને કહ્યું કે આગામી 23 સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. આમ ગુજરાત માં હવેના દિવસોમાં ત્રીપલ અટેક એટલે કે વાવાઝોડું, ગરમી અને વરસાદ ત્રણેય પડવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આમ ગુજરાત ની જનતાને આગામી દિવસોમાં ત્રીપલ એટેક સામે લડવાની તૈયારી અંબાલાલ પટેલે બતાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!