Gujarat

તંત્ર ની ઘોર લાપરવાહી! ખાડાઓ એ આખા પરિવાર નો જીવ લઇ લીધો પતિ પત્ની અને ત્રણ વર્ષ ની પુત્રી રાત્રે જાણો ઘટના.

Spread the love

આપણા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો ની સમસ્યા ખૂબ જ સામે આવી રહી છે. અને હાલમાં ચોમાસું ચાલી રહ્યું હોય તંત્રની એકો એક જિલ્લામાં પોલ ખુલ્લી ચૂકી છે. વરસાદના થોડા જ પાણી ભરાવા ને કારણે ઠેર ઠેર ખાડાઓ થી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. અનેક જગ્યા એ એવા છે કે જ્યાં પાણીના કારણે ખાડા ઓ પડી ગયા છે. એમાં ઘણા ને ગાડીઓ અકસ્માતનો ભોગ બને છે. અને અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. એવી જ એક ઘટના ભરૂચ જિલ્લાના વડિયા ગામ થી સામે આવી છે.

વધુ વિગતે જાણીએ તો ભરૂચ જિલ્લાના વડીયા ગામની દેવ નારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી એલ યુ વસાવા નો 38-વર્ષ નો પુત્ર સંદીપકુમાર વસાવા તેની પત્ની યોગીતા અને દંપતિની ત્રણ વર્ષની પુત્રી મહી ત્રણેય નેત્રગ ખાતે રહેતા હતા. જાણવા મળ્યું કે યોગીતા વસાવા નેત્રંગ તાલુકા માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. રાત્રિના રોજ પતિ પત્ની અને તેની ત્રણ વર્ષની પુત્રી હોટલે જમવા ગયા હતા. હોટલે જમીને પરત ફરી રહ્યા હતા.

ત્યારે રમણપુરા બ્રિજ પાસે રસ્તો એટલો બધો ખરાબ થઈ ચૂક્યો હતો. કે સંદીપ સ્ટેરીંગ નો કાબુ ગુમાવ્યો. અને કાર બ્રિજ નીચે ડેમ માં ખાબકી હતી. રસ્તો એટલો બધો ખરાબ હતો કે ખાડાથી બચવા સંદીપે કાર ને હંકાવી તો ખરી પરંતુ તેનો કાબુ સ્ટેરીંગ પર રહ્યો નહીં. અને કાર નીચે ડેમ માં પાણીમાં ખાબકી હતી. રાતનો સમય હતો એટલે કોઈ બચાવવા પણ આવી શક્યું ન હતું. આખો પરિવાર પાણીમાં ગરકાવ થઈ ચુક્યો હતો.

પરિવારે મદદ ની ગુહાર પણ લગાવી હતી. પરંતુ કોઈ આવી શક્યું નહીં. બાદમાં પછીના દિવસે નેત્રંગ પોલીસની આ ઘટનાની જાણ થતાં આ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને પરિવારના સભ્ય ઘટના સ્થળે આવ્યા હતા. અને સંદીપભાઈ ના પિતા લવઘણ વસાવા એ પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે ત્રણેય નો મૃતદેહ પોતાના ગામ ખાતે આવતા આખું પરિવાર અને આખું ગામ હિબકે ચડ્યું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. અને આખો પરિવાર દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. આમ તંત્ર ની લાપરવાહીનો ભોગ આખે આખો પરિવાર બન્યો છે. એવા અનેક કિસ્સાઓ ગુજરાતમાંથી વારેવારે સામા આવતો હોય છે. છતાં તંત્ર હજી ગાઢ નિંદ્રામાં જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *