Gujarat

વૈશાલી સિંગર પાસે થી 25-લાખ ઉછીના લીધા પરંતુ 8-લાખ માં વૈશાલી ની હત્યા ની સોપારી આપી અને વૈશાલી ને જાણો વિગતે.

Spread the love

ગુજરાતમાંથી અવારનવાર હત્યા થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. એવામાં થોડા સમય પહેલાં વલસાડ માં થયેલ વૈશાલી બલસારા ની હત્યા કેસ માં પોલીસે આ હત્યારા ને થોડાક જ સમયમાં ઝડપી પાડ્યા હતા. આ બાબતે વધુ વિગતે જાણીએ તો આ ઘટના 28 ઓગસ્ટ ના રોજ બની હતી. 28 ઓગસ્ટના રોજ વલસાડના પારડી નજીક થી પસાર થઈ રહેલી નદીના કિનારે વૈશાલી કે જે સિંગર છે. તેની શંકાસ્પદ હાલત માં લાશ કારમાંથી મળી આવી હતી.

આ બાબતે પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો. અને પોલીસ ને પ્રાથમિક તપાસ કરવા માટે અલગ અલગ છ ટીમો બનાવી હતી. જ્યારે વૈશાલી ની લાશ ને પોસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવી ત્યારે ડોક્ટરો એ જણાવ્યું હતું કે વૈશાલી નું ગળું દબાવી ને હત્યા કરવામાં આવેલી છે. પોલીસે આ બાબતે છ ટીમ બનાવી ને તાબડતોડ તપાસ નો દોર શરૂ કર્યો હતો. જેમાં પોલીસે થોડાક જ સમય માં વૈશાલીના હત્યારાઓ ને ઝડપી પાડ્યા હતા. આ બાબતે પોલીસે ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોયા હતા.

અને વૈશાલી ની હત્યારી તેની નજીક ની મિત્ર બબીતા ની પોલીસે ધરપકડ કરી હતી. જાણવા મળ્યું કે મૃતક વૈશાલી અને તેની મિત્ર આ કેસ ની માસ્ટરમાઈન્ડ બબીતા ની દુકાન વૈશાલી ની દુકાનમાં બાજુમાં જ હતી. જાણવા મળ્યું કે બંને વચ્ચે એક વર્ષ થી ગાઢ મિત્રતા હતી. વૈશાલી પાસે થી બબીતા એ 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જ્યારે પૈસા પાછા આપવાનો સમય આવ્યો ત્યારે બબીતા ની હાલત એવી હતી નહીં કે તે પૈસા પાછા આપી શકે.

પરંતુ વૈશાલી અવારનવાર ઉઘરાણી કરતી હોવાને કારણે બબીતા એ માસ્ટર માઈન્ડ પ્લાન તૈયાર કર્યો. અને વૈશાલી ને રસ્તામાંથી હટાવવાનું વિચાર્યું. બબીતા એ ₹8,00,000 રૂપિયા માં કોન્ટ્રાક્ટ કિલર ને આ બાબતે સોપારી આપી. જેમાં બબીતા એ વૈશાલી ને પૈસા પાછા આપવાના બહાના હેઠળ વલસાડના વશિયાર નજીક આવેલી ડાયમંડ ફેક્ટરીમાં સાંજના સમયે બોલાવી હતી.

બબીતા ની સાથે બે કિલર હતા તેને બબીતા એ કહ્યું કે તે તેના નજીકના સગા હવાલા છે. આ બાદ તેને વૈશાલી ને પોતાની કારમાં બેસાડી અને વૈશાલી ને ક્લોરોફોમ સુંઘાડયું હતું. જે બાદ તેનું ગળું દબાવી ને હત્યા કરી દેવામાં આવી હતી. આમ 8 લાખની સોપારી માં બબીતાએ વૈશાલી ને રસ્તામાંથી હટાવી દીધી હતી. જાણવા મળ્યું કે બબીતા ને 9 મહિના નો ગર્ભ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *