18-વર્ષીય ભારતીય સુંદરી યુટ્યુબ ના માધ્યમ થી લાખો રૂપિયા ની કમાણી કરતી તે અચાનક લાપતા થઇ જતા પરિવારે એવું કહ્યું કે..
હાલમાં આપણા ભારત દેશમાં યુવાનોમાં ખાસ એક ટ્રેન્ડ થઈ ચૂકેલો છે. યુવાનો પોતાને ફેમસ કરવા સોશિયલ મીડિયા પર અવ નવા વિડીયો અને રીલ્સ બનાવતા હોય છે અને શેર કરીને પોતાના ફેમસ કરતા હોય છે. પરંતુ આ સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં અનેક એવી અજુગતી ઘટના બનતી હોય છે કે જેને જાણીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ.
એવી જ એક ઘટના હાલ સામે આવે છે. જેમાં વધુ વિગતે જાણીયે તો ઔરંગાબાદમાં રહેતી એક પ્રખ્યાત 18 વર્ષીય યુવતી કે જે youtube પર છે જે અચાનક ગુમ થઈ ગયેલી હોય ભારે ચકચાર મચી જવા પામે છે. ઔરંગાબાદમાં રહેતી આ સગીર youtubeર નું નામ બિન્દાસ કાવ્યા છે. જે ઘરેથી ગુમ થઈ જતા માતા પિતાને ખૂબ જ ચિંતા થવા લાગે છે. માતા પિતાએ જણાવ્યું કે યુવતી કોઈ દિવસ એકલી રહી શકતી નથી. અને તે અચાનક ગુમ થઈ જતા તે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.
આ બાબતે પરિવાર જનોઈ આક્ષેપ કર્યો કે આ બાબતે પોલીસ પણ તે લોકોને મદદ કરી રહ્યું નથી. અને લોકો પણ કોઈ સાથ સહકાર આપી રહ્યા નથી. બિન્દાસ કાવ્યા ની માતા એ એક વિડીયો બનાવ્યો અને લોકોને કહ્યું કે જો તેમને પુત્રી કઈ પણ જોવા મળે તો તેમને જાણ કરવા વિનંતી. બિન્દાસ કાવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના instagram એકાઉન્ટમાં એક મિલિયન ફોલોવર્સ છે. તેને 2017માં youtube ચેનલ શરૂ કરી હતી.
આ ઉપરાંત તે ગેમિંગ ચેનલ પણ ચલાવે છે. તેના લગભગ 17 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને તે આ youtube ચેનલ દ્વારા લાખો રૂપિયાની કમાણી પણ કરી રહી છે. તેને youtube ની વાત કરવામાં આવે તો તેને youtube ચેનલ ઉપર 4.32 મિલિયન સબસ્ક્રાઈબર છે. આમ હજુ સુધી કોઈ ખાસ એવી માહિતી મળી શકી નથી કે કયા કારણોસર આ યુવતી ગુમ થઈ છે પરંતુ આ બાબતે યુવતી જ્યારે મળે ત્યાર પછી જ ખ્યાલ આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!