ધ્રુજાવી દેતું મોત ! માતા સાથે બે દીકરીઓ ને એકસાથે કાળ ભરખી ગયો. પિતા ની વ્યથા સાંભળી રડી પડશે.
ગુજરાતમાંથી રક્ષાબંધનના દિવસે એક હચ મચાવતી ઘટના સામે આવી હતી. જેમાં આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે કોંગ્રેસના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના જમાઈએ નશા ની હાલતમાં પોતાની કાર ચલાવી રહ્યા હતા.આ સમયે પોતાની કારથી રીક્ષા અને એક બાઈકને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં કુલ છ લોકો મૃત્યુને ભેટીયા હતા. આ છ લોકોમાંથી ત્રણ લોકો એવા છે કે જે એક જ પરિવારના છે. વિપુલભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિની પત્ની અને તેની બે દીકરીઓ આ અકસ્માતમાં કરુણ રીતે મૃત્યુ પામ્યા હતા.
આ બાબતે વિપુલભાઈ મિસ્ત્રીએ કહ્યું કે મારું તો ઘર જ બંધ થઈ ગયું. હવે ઘરમાં પગ મુકું છું તો વેરાન લાગે છે. મારી તો દુનિયા જ ના રહી. મારી આગળ પાછળ કોઈ રહ્યું જ નથી. અમે સાથે મળીને ઘણા સપના જોયા હતા. પત્ની વીણા અને હું 25 વર્ષથી સાથે હતા. એટલી બધી યાદો છે કે હું શું કહું? મોટી દીકરીને એન્જિનિયર બનીને ફોરેન જવું હતું. જ્યારે નાની દીકરી જીયા ને ડોક્ટર બનવું હતું. આટલું જ કહેતા વિપુલભાઈ રડવા લાગ્યા હતા. વિપુલભાઈ ના પત્ની વીણા, મોટી દીકરી જાનવી અને નાની દીકરી જીયા એ આ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હતા.
આખેઆખો પરિવાર આજે હીબકે ચડેલો છે. વિપુલભાઈ મિસ્ત્રી કહે છે કે તેને માત્ર બે દીકરી જ હતી. જેમાં મોટી દીકરી ને વિદેશમાં ભણવા મોકલવાની હતી જ્યારે નાની દીકરી જીયા ડ્રોઈંગમાં નંબર વન હતી. તેને કહ્યું કે તેની મોટી દીકરી માટે એક બ્યુટી પાર્લરની સંસ્થામાં એક લાખ 30 હજાર રૂપિયા ફી ભરી હતી. જેનું 15 મી એ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ આવવાનું હતું ત્યારબાદ તેની મોટી દીકરી વિદેશમાં ફોરેન ભણવા જવાની હતી. અને તેની પત્ની સારી ગૃહિણી હતી. જે પોતાની દીકરીઓને ખૂબ સારી રીતે સંભાળતી હતી.
મોટી બહેન જાનવી કે જે 20 વર્ષની હતી. તેને એન્જિનિયરમાં એડમિશન લીધું. અને સિવિલ એન્જિનિયર તેને ફોરેન જઈને બનવું હતું. જ્યારે નાની બહેન જીયા ને ડોક્ટર બનવું હતું. આ બાબતે વિપુલભાઈ મિસ્ત્રીના ભત્રીજાએ કહ્યું કે તેના મમ્મી બેડરેસ્ટ પર છે. જ્યારે તેની નાની બહેન જીયા તેના મમ્મીને મળવા આવતી ત્યારે તે કહેતી કે મોટા મમ્મી હું મોટી થઈને ડોક્ટર બનીશ અને તમારી સારવાર કરીને તમને ઉભા કરી દઈશ. આમ તેના પિતરાઈ ભાઈ એ જણાવ્યું હતું તે વધુમાં જણાવે છે કે જ્યારે આ ઘટના બની ત્યારે એમણે પુનમભાઈ પરમાર નો જમાઈ કે જેની સાથે તેની પત્ની ન હતી. છતાં પણ તે ઘટના સ્થળ પર તેની પત્નીને શોધતો હતો.
એટલે કે તે એટલો બધો નશામાં ચૂર હતો કે તેને એટલું પણ ભાન રહ્યું નહોતું કે તેની પત્ની તેની સાથે પણ નથી. પિતરાઈ ભાઈ કહે છે કે તેના રક્ષાબંધનના દિવસે જ બે બહેનોને ખોઈ નાખી હતી. પિતરાઈ ભાઈ કહે છે કે આજે જે ઘટના તેના પરિવાર સાથે બની છે તે કાલે કોઈ અન્ય સાથે બનશે. આ લોકો ગાડી ઉપર એમએલએ નું પાટિયું લગાવીને રાખે છે. એટલે પોલીસ પણ તેને કંઈ કરી શકતી નથી. અને વગર ચેકિંગ એ જવા દેતી હોય છે. આ બાબતે તે લોકોએ વિરોધ નોંધાવીયો હતો. આમ આવી ઘટના બનતા આખા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!