હિન્દૂઓના મહાન ધર્મગુરુ નું 99-વર્ષ ની વયે નિધન. દેશ ની આઝાદી માટે જેલવાસ કર્યો તેવા હિન્દૂ ધર્મગુરુ ને સતસત નમન..
ભારતમાં રહેતા હિન્દુઓના સૌથી મોટા મહાન ધર્મગુરુ એવા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું રવિવારના રોજ નિધન થઈ ગયું છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે નિધન થતા આખા ભારતના હિન્દુના લોકોમાં ખૂબ જ દુઃખની ભાવના પ્રગટી ગઈ હતી. સ્વામી સરસ્વતીજીનું નિધન મધ્યપ્રદેશ રાજ્યના નરસિંહપુર જિલ્લાના પરમહંસિહ ગંગા આશ્રમમાં રવિવારના રોજ બપોરે 3:00 વાગ્યે થયું હતું. ઘણા સમયથી તેમની તબિયત સારી રહેતી ન હતી.
સ્વામી ની વાત કરવામાં આવે તો સ્વામીનો જન્મ બે સપ્ટેમ્બર 1924 ના રોજ થયો હતો. તેઓ એક હિન્દુ આધ્યાત્મિક ગુરુની સાથો સાથ સ્વતંત્રતા સેનાની પણ હતા. તેઓએ માત્ર અને માત્ર નવ વર્ષની વયે પોતાનું ઘર છોડી કાશી ગયા. ત્યાં તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામીરૂપાનંદજીએ 1950 માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. અને જ્યોતિરમઠપીઠના બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી સંન્યાસ દીક્ષા લીધી. અને 1981 માં શંકરાચાર્યની પદવી મેળવી હતી.
સ્વામીની વાત કરવામાં આવે તો તેઓ 1942 થી ભારત દેશની આઝાદી માટે ના સંગ્રામમાં જોડાયા હતા. ત્યારે તેઓની ઉંમર માત્ર 19 વર્ષની હતી. તેમણે આઝાદીની જંગમાં લડીને નવ મહિના વારાણસીની જેલમાં અને છ મહિના ગૃહ રાજ્ય મધ્યપ્રદેશની જેલમાં વિતાવ્યા હતા. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સ્વામી એ રામ મંદિર ટ્રસ્ટને લઈને પણ ભારત સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે. તેમણે ટ્રસ્ટ સામે ધનને લઈને પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. આમ હિન્દુ લોકોના સૌથી મોટા ગુરુ કે જેઓ ભારત દેશની આઝાદી માટે તો લડ્યા છતાં પરંતુ હિન્દુઓ ને એક જૂટ કરવામાં સૌથી મોટું યોગદાન પણ રહેલું છે. તેઓ બ્રહ્મલિન થતા ભક્તોમાં ભારે નિરાશા છવાઈ ગઈ હતી. જાણવા મળ્યું કે સોમવારના રોજ સાંજે 5:00 વાગે તેને પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!