India

IT કંપની એ તેના 5-કર્મચારી ને પ્રોત્સાહન રૂપે જે ગિફ્ટ આપી તે જાણી આંખો પહોળી થઇ જશે.. જાણો વિગતે.

Spread the love

આપણા ગુજરાતમાં એક મોટા બિઝનેસમેન છે સવજીભાઈ ધોળકિયા કે જેઓ તેના કર્મચારીના પ્રોત્સાહન આપવા તેને અવનવી ગીફ્ટ આપતા હોય છે. એવી જ એક કંપની છે કે તેને તેના પાંચ કર્મચારીઓને લક્ઝરી કાર બી એમ ડબલ્યુ ગિફ્ટ માં આપી છે. આઈ ટી કંપની કિસ ફ્લો ઇંક ના સીઈઓએ કહ્યું કે કોરોના સંકટનો સમયગાળો દેશની ઘણી કંપનીઓ માટે મુશ્કેલ સમયગાળો રહ્યો છે રોકાણકારોને વિશ્વાસ ન હતો કે કંપની કામકાજ ચાલુ રાખી શકશે.

અને ભવિષ્યમાં બિઝનેસ કરી શકશે. આજે અમે ખૂબ જ ખુશ છીએ કે અમે રોકાણકારોને તેમના રોકાણની રકમ પર સારું વળતર આપ્યું છે. અને હવે અમે સંપૂર્ણ રીતે એક મજબૂત કંપની તરીકે ઉભરી આવ્યા છીએ. આ કંપનીએ તેના પાંચ કર્મચારીઓને બી એમ ડબલ્યુ આપીને તેમનું પ્રોત્સાહન કર્યું છે. કિસ લો બેંકના સીઈઓ સુરેશ સંબંધ અને જણાવ્યું કે આ વરિષ્ઠ સ્ટાફ કંપનીની શરૂઆતથી જ તેમની સાથે છે. તે કંપનીના હર એક કામકાજમાં પોતાનું પુરી નિષ્ઠાથી યોગદાન આપી રહ્યા છે.

કંપનીએ જ્યારે ઘણી મુસીબતોનો સામનો કર્યો ત્યારે તે પોતે કંપનીની સાથે ઉભા રહીને કંપનીને એક નવી ઊંચાઈ પર પહોંચાડવાની કામગીરી કરી છે. લોકોએ કંપની પર અનેકવાર અનેક સવાલો ઉઠાવ્યા હતા. અને ઘણા લોકો કંપની છોડીને ચાલી પણ ગયા હતા. પણ આ પાંચ એક્ઝિક્યુટિવ છેલ્લી ઘડી સુધી તેનો જવાબદારી પૂરી નિષ્ઠાથી સંભાળી હતી.

આ માટે સોફ્ટવેર કંપનીએ શુક્રવારે તેના વરિષ્ઠ મેનેજમેન્ટના પાંચ એક્ઝિક્યુટિવ કર્મચારીઓને એક કરોડ રૂપિયાની બી એમ ડબલ્યુ કાર આપીને સન્માનિત કર્યા હતા. આમ કોર્પોરેટ જગતમાં આ આઈટી કંપનીના કર્મચારીઓનું પ્રોત્સાહન કરીને એક કર્મચારી અને કંપની માટે સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ આપણા ભારતમાંથી આવા અનેક એવા કિસ્સાઓ આવતા હોય છે કે જેના લીધે કંપનીઓના નામનામાં ખૂબ જ વધારો થતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *