માનસિક બીમારી થી પીડિત પત્ની ની હત્યા કરી આત્મહત્યા નું રૂપ આપવા માંગતો હતો પતિ. પરંતુ આખરે જે બન્યું તે જાણી ધ્રુજી જશે.
આપણા સમાજમાંથી અવારનવાર હત્યા અને આત્મહત્યાના કેસો સામે આવતા જ રહે છે. ક્યારેક પૈસાની લેતી બાબતે, તો ક્યારેક આર્થિક સંકડામણ તો ક્યારેક પતિ પત્નીના ઝગડાઓ માં હત્યા અથવા આત્મહત્યા કરી લેવામાં આવતી હોય છે. એવી જ એક ઘટના હાલ સુરત જિલ્લામાંથી સામે આવે છે. જેમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. અને આખી ઘટનાને આત્મહત્યનું રૂપ આપવા માંગતો હતો. પરંતુ અંતે પતિ પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો હતો.
વધુ વિગતે જાણીએ તો સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં આવેલા સોમેશ્વર સોસાયટીમાં રહેતા વૈશાલી પટેલ નો મૃતદેહ બુધવારે પોલીસે કબજે લીધો હતો. વૈશાલી પટેલ મૃતકના પતિ દિનેશ પટેલે પોલીસને ફોન કર્યો અને માહિતી આપી હતી. કે તેની પત્ની એ ઝેરી દવા ઘટઘટાવીને આપઘાત કરી લીધો છે. પોલીસે પ્રાથમિક માહિતીમાં તો પતિ ઉપર કોઈ શંકા કરી ન હતી. પરંતુ પોલીસે મૃતક વૈશાલી પટેલનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો ત્યારે આખી ઘટના સામે આવી હતી.
વૈશાલી પટેલ ના ગળા ઉપરથી અમુક નિશાનો મળી આવ્યા હતા. જે બાદ પોલીસે પતિ દિનેશ પટેલની પૂછપરછ કરતા અંતે દિનેશ પટેલ ભાંગી ગયો. અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. દિનેશ પટેલ અદાણી કંપનીના મેન્ટેનન્સ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. દિનેશ પટેલે આ બાબતે ખુલાસો આપ્યો કે છેલ્લા ત્રણ વર્ષથી તેની પત્ની માનસિક બીમારી થી પીડાતી હતી. તેને તેની પત્ની સાથે છૂટાછેડા લેવા હતા. પરંતુ તે છુટાછેડા આપવા પણ તૈયાર ન હતી.
છેલ્લા ત્રણ વર્ષથી તે તેની પત્નીથી છુટકારો મેળવવા માંગતો હતો. આ બાબતે તેના બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. બુધવારે બન્યું એવું કે દંપતિની દીકરી સ્કૂલે થી પાછી આવી ત્યારે ભણતરને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની વૈશાલી એ દીકરીના બેગનો ઘા કરી દીધો હતો. જે બાદ પતિ દિનેશ પટેલ ગુસ્સે ભરાયો અને તેને દુપટ્ટા વડે પત્ની નું ગળું દબાવી દીધું હતું. અંતે પતિ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આમ આ ઘટના બનતા લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!