લોકો ના દિલો માં રાજ કરનાર કલાકાર ગગૂડિયો પહેલા પરિવાર નું ગુજરાન ચલાવવા કરતા આ કામ. જાણી ને રહી જશે ચકિત,
આપણા ગુજરાતમાં ઘણા બધા કલાકારો પોતાની કોમેડીથી લોકોનું દિલ જીતતા હોય છે. ગુજરાતના ઘણા બધા લોકોના દિલોમાં રાજ કરનાર એક કલાકાર એટલે ગગુડીયો. ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે કે છે ગગુડીયા થી અજાણ નથી. વાત કરવામાં આવે તો તેનું સાચું નામ ભોળાભાઈ છે. આજે અમે તમને ગગુડીયા ના જીવન ની કહાની વિશે થોડું જણાવીશું. ગગુડીયાની વાત કરવામાં આવે તો તે એક પણ ચોપડી ભણ્યા નથી.
ભોળાભાઈ જ્યારે નાના હતા ત્યારથી જ તેમને ગરીબીનો સામનો કરેલ છે. એટલે કે તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખાસ હતી નહીં. ભોળાભાઈનું ગામ ગુજરાતની અંદર આવેલું સાણા વાંકીયા ગામ છે. ભોળાભાઈ પોતાના પરિવારને આર્થિક મદદ કરવા માટે પોતાના ગામથી સુરત જિલ્લામાં દરજીકામ માટે આવ્યા હતા. ભોળાભાઈને નાનપણથી જ નાટકમાં ખૂબ જ રસ હતો. દિવસ દરમિયાન કામ કરતાં અને રાત્રી પડે એટલે ભોળાભાઈ નાટક જોવા ચાલ્યા જતા હતા.
નાનપણથી જ નાટક ના ક્ષેત્રે ની અંદર રુચિ હોય આગળ જતા ધીમે ધીમે તેઓ એક પછી એક પગથિયા પાર કરતા ગયા. અને આજે ભોળાભાઈ એવા એવા કોમેડી વિડીયો બનાવે છે કે જેને જોઈને લોકો ખુશ ખુશાલ થઈ જતા હોય છે. ભોળાભાઈ એટલે કે લોકોના દિલોમાં રાજ કરતા એવા ગગુડીયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવનવા કોમેડી વિડિયો બનાવીને શેર કરતા રહે છે. આજે ગુજરાતના ઘણા બધા લોકો આ ગગુડીયાના ચાહકો થઈ ગયા છે.
ભોળાભાઈ ના વિડીયો જોઈને લોકો ખુશ ખુશાલ થઈ જતા હોય છે. આજે ભોળાભાઈ પોતાના કોમેડી વિડીયો મારફતે ઘણી બધી કમાણી કરી ચૂક્યા છે. અને આજે પોતે એક લેવલ ઉપર પહોંચી ગયા છે. આ લેવલ પર પહોંચવા માટે ભોળાભાઈએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે અને તેની ટીમ દ્વારા લોકોને ખૂબ જ મનોરંજનથી ભરપૂર વિડિયો પીરસવામાં આવતા હોય છે. અને તેને જોઈને લોકો આનંદ માણતા હોય છે. આમ એક નાના એવા ગામ માં જન્મ લેનાર ભોળાભાઈ આજે લોકોના દિલોમાં રાજ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!