રોયલ એન્ટ્રી ! પ્રિ-નવરાત્રી માં ખૈલયાઓ ને ઝુમાવવા કમા ને બોલાવવામાં આવ્યો. કમા ની એન્ટ્રી જોઈ ભલભલા બેઠા થઇ ગયા. જુઓ વિડીયો.
મૂળ સુરેન્દ્રનગરના કોઠારીયા ગામનો કમો આજે ગુજરાતમાં એક મોટો સેલિબ્રિટી બની ગયો છે. કમો ડાયરાની સાથે સાથે હવે નવરાત્રિના કાર્યક્રમમાં પણ પોતાનો રંગ જમાવશે. અને લોકોના ઉત્સાહમાં વધારો કરશે. કોઠારીયા ગામમાં રહેતો કમો નાનો હતો ત્યારથી જ વજા ભગતના આશ્રમમાં આવતા શ્રદ્ધાળુને ચા પાણી પીવડાવતો હતો.
અને રાતોરાત તેની જિંદગી બદલાઈ ગઈ. જ્યારથી કીર્તિદાન ભાઈ ગઢવીના કાર્યક્રમમાં ડાન્સ કર્યો ત્યારથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર વિદેશમાં પણ કમા ના નામનો ડંકો વાગવા લાગ્યો છે. વિદેશ માંથી પણ લોકો કમાને ડોલર આપી રહ્યા છે. અને તેનું માન સન્માન વધારી રહ્યા છે. હવે આગામી દિવસોમાં ભારતમાં નવરાત્રીનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે.
એવામાં નવરાત્રી પહેલાં ગુજરાતમાં ઠેર ઠેર અને જગ્યાએ પ્રિ નવરાત્રી નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. એવામાં સુરતમાં એક પ્રિ નવરાત્રીના કાર્યક્રમમાં કમા ની રોયલ એન્ટ્રી કરાવવામાં આવી હતી. કમાને આ કાર્યક્રમમાં બોલાવતા કમો શેરવાની અને સાફો પહેરીને સાથે પાંચ બોડીગાર્ડ સાથે એન્ટ્રી કરતા જ લોકોના ઉત્સાહમાં વધારો વધારો થઈ ચૂક્યો હતો.
અને સ્ટેજ ઉપર બોલાવતા જ લોકો તેની સાથે ફોટા પડાવવા માટે પડાપડી બોલાવી રહ્યા હતા. આ પ્રિ નવરાત્રી ના કાર્યક્રમ માં ખૈલાયાઓ ને જુમાવવા માટે ઉમેશ બારોટ આવ્યા હતા. ઉમેશ બારોટ એ જ્યારે રસીયો રૂપાળો ગીત લલકાર્યો હતો કમો આ ગીત ઉપર ઝૂમવા લાગ્યો હતો. અને લોકોદદેકારા કરી દીધા હતા. સ્ટેજ ઉપર જ ગાયક કલાકારો સાથે કમો ઝૂમી રહ્યો હતો. અને તેને જોઈને લોકોના ઉત્સાહ માં અનેક ઘણો વધારો થઈ ચૂક્યો હતો. આમ નવરાત્રીમાં પણ દરેક જગ્યાએ કમો કાર્યક્રમ આપશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!