India

બાળક ના ખભા પર ભણતર નો એટલો બધો બોજો નાખ્યો કે બાળક વજન ઉપાડી ના શક્યો અને થયું એવું કે, જુઓ વીડિયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક ફની વીડિયો વાયરલ થતા હોય છે. આજકાલનો જમાનો ખૂબ જ આગળ નીકળી ચૂક્યો છે. એટલે કે ઇન્ટરનેટથી માંડીને સ્કૂલમાં પણ બાળકોને ખૂબ જ આગળના લેવલનું ભણાવવામાં આવતું હોય છે. પરંતુ આજના જમાનામાં જ્યારે બાળક સ્કૂલમાં દાખલ થાય છે. ત્યારથી જ તેના ઉપર ભણવાનો બોજો નાખી દેવામાં આવતો હોય છે.

હજુ તો બાળક બાલમંદિરમાં જ દાખલ થાય ત્યાં જ બાળકને ત્રણથી ચાર ચોપડીઓ ભણાવવામાં આવતી હોય છે. અને રમવાના સમય ઉપર તે લોકો ઉપર ભણવાનો બોજો નાખી દેવામાં આવતો હોય છે. પહેલાનો જમાનો એવો હતો કે જ્યારે પાટી અને કાંકરો લઈને લોકો બેસીને ભણતા હતા. પરંતુ આજનો જમાનો બદલાઈ રહ્યો છે અને બાલમંદિર થી જ ભણવાનો બોજો આપી દેવામાં આવતો હોય છે. આજે નાના નાના બાળકો પોતાના વજન કરતાં અડધા વજનનું તો બેગ જ ઉઠાવતા હોય છે.

અને બેગ ઉઠાવવાના ચક્કરમાં તે લોકો ક્યારેક દુર્ઘટનાનો ભોગ પણ બનતા હોય છે. એવો જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક વ્યક્તિ એક નાના બાળકને ખભા ઉપર એક બેગ ટીંગાળી રહ્યા છે. આ બાળક એટલો બધો નાનો છે કે તે બેગ ઉઠાવવા સક્ષમ પણ નથી. જેવો તે વ્યક્તિ બાળકના ખભા ઉપર બેગ ટિંગાળે છે કે બાળકનું બેલેન્સ રહેતું નથી અને તે ધડામ કરતો પોતાની પાછળના પીઠ ના ભાગે પડી જાય છે.

જેના કારણે તે વ્યક્તિ દોડીને તે બાળકને ઉઠાવી લે છે. આમ આટલો બધો વજન સાથે બાળક સ્કૂલમાં ભણવા જાય છે. તે જોઈને લોકોને પણ આ બાળક ઉપર દયા આવી ગઈ. અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બાળકનું જેટલું વજન હોય છે તેના કરતા અડધો વજન તો તેને બેગ નું જ હોય છે. એટલે બાળક આ બેગ ઉઠાવવા માં સક્ષમ હોતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *