દર્દનાક મોત ! 12-ધોરણ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ટ્યુશન થી સીટી બસ માં પરત ફરી રહ્યો હતો. બસ માં ચડતા પગ લપસ્યો અને,,
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો કઈ કારણોસર ઘરેથી નીકળતા હોય છે. પરંતુ તે લોકો ઘરે પરત ફરી શકશે કે નહીં તે કહી શકાતું હોતું નથી. એવો જ એક કિસ્સો હાલ પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં ધોરણ 12 માં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થી ની ઉપર સીટી બસનું ટાયર ફરી વળતાં વિદ્યાર્થી એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું હતું કે પાંડેસરા ઇન્દિરા નગરમાં રહેતા વિજયરાજ મોર્યા કે જે લુમ્સ ના કારખાનામાં કામ કરે છે. તેમનો પુત્ર વિશન કે જે ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. જાણવા મળ્યું કે વિશન પોતાના ટ્યુશન ક્લાસે થી પોતાનું ટ્યુશન પતાવીને ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે પાંડેસરા તરે નામ ચોકડી પાસે સીટી બસમાં ચડી રહ્યો હતો ત્યારે અચાનક તેનો પગ દાદરા ઉપરથી લપસી ગયો અને તે નીચે પટકાયો. આ દરમિયાન બસ ડ્રાઈવરે બસને હંકાવી મૂકી.
આથી જમીન ઉપર પડેલા વિશન ના પગ ઉપરથી સીટી બસ નું ટાયર ફરી વળ્યું હતું .જે બાદ વિશન ને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાવવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં વિશન કરુંણ મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ પોલીસ અને પરિવારને થતા તે લોકો ત્યાં દોડી આવ્યા હતા. પહેલા તો પરિવારે જ્યાં સુધી બસ ડ્રાઇવરની ધરપકડ ના થાય ત્યાં સુધી વિશન નો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.
જોકે ત્યારબાદ સમજાવટ પછી મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો. અને પોલીસે બસ ડ્રાઇવરની ધરપકડ પણ કરી લીધી હતી. આમ 18 વર્ષના વિશન નું કરુણ મૃત્યુ નીપજતા પરિવાર દુઃખદ હાલતમાં થઈ ચૂક્યો હતો. કોઈક ની બેદરકારી કોઈક નો જીવ લઈ લેતી હોય છે. એવા આપણા ગુજરાતમાંથી અને ભારતમાંથી પણ આવા અકસ્માતના અનેક કેસો સામે આવતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!