ગાયક કિંજલ દવે ના પિતા લલિત દવે એ કમા વિષે કહી મોટી વાત. કહ્યું એવું કે પોતાની જાત ને મહાન સમજવું એ, જાણો વિગતે.

આજકાલ ગુજરાતમાં લોકોના મોઢે એક નામ ખાસ ગુંજી રહ્યું છે. તે નામ છે દિવ્યાંગ વ્યક્તિ કમા નું. કામો વિદેશમાં પણ ફેમસ થઈ ચૂક્યો છે અને વિદેશમાંથી પણ કમાને ઘણા રૂપિયા મળી રહ્યા છે. પરંતુ કમા ની એક વિશેષતા છે કે તેને મળતા રૂપિયા તે દાનમાં આપી દે છે. આમ કમો દિવ્યાંગ હોવાના છતાં પણ તેનામાં માનવતા ફૂટી ફૂટી ને ભરેલી છે.

કમા વિશે વધુ વાત કરીએ તો હાલમાં અમુક લોકો એવા છે કે જે કમાનો સપોર્ટ કરી રહ્યા છે. તો અમુક લોકો એવા છે કે જે જેને કમો દિવ્યાંગ હોવાને લીધે સ્ટેજ પર નાચે કે ધુણે તે લોકોને પસંદ નથી. એટલે કે તે લોકો કહી રહ્યા છે કે આવી રીતના દિવ્યાંગ નો ઉપયોગ ના કરવો જોઈએ. એવામાં લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ રજુ કરતા જોવા મળે છે. જ્યારે હાલમાં ગુજરાતની પ્રખ્યાત ગાયક એવા કિંજલ દવે ના પિતા લલિતભાઈ દવે એ પોતાનું એક નિવેદન facebook પર શેર કર્યું હતું.

જેમાં લલીતભાઈ દવે જણાવે છે કે આજે કમા ભાઈને જે લોકપ્રિયતા અને જે સ્થાન મળ્યું તે જોઈને આનંદ થાય. અને એ જોતા સમજાય છે કે કોઈ અદ્રશ્ય શક્તિ ભાગ્યને ભગવાન આપે. આ બધું આ દુનિયામાં કામ કરી રહ્યું છે બાકી આ અશક્ય છે કેમકે કમાભાઈ પોતે જ કહે છે કે મને સ્ટેજની જોડે કોઈ પહેલા જવાબ પણ દેતું ન હતું. અને એ જ સ્ટેજ ઉપર આજે મને મોટા મોટા કલાકારો થી પણ વધારે માન મળી રહ્યું છે. કિંજલબેન દવે ના પિતા લલીતભાઈ દવે વધુમાં કહે છે કે પોતાની જાતને જો મહાન સમજતું હોય કે મનમાં કોઈ ખોટું વહેમ લઇને ફરતું હોય કે હું કોઈને ચલાવી દઉં કે કોઈને ચલાવી દીધા તો આવો ખોટો વહેમ હોય તો મગજમાંથી કાઢી નાખવો જોઈએ.

કારણકે મારા પ્રભુની ઈચ્છા વગર અહીં કોઈનાથી એક શ્વાસ ના લેવાય આ બધાનું પોતાના કર્મ શ્રદ્ધા વિશ્વાસ પુણ્ય અને પ્રભુ કૃપાથી ચાલે છે. -લલિત દવે હરિ હર ની મરજી મહાદેવ હર.. આમ લલીતભાઈ દવે એ આવું નિવેદન આપીને કમા વિશે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અને એક બાજુ એવા વર્ગ ઉપર આડકતરી રીતે નિશાનો પણ સાધેલ જોવા મળે છે. આજે કમો માત્ર ડાયરાના કાર્યક્રમમાં જ નહીં પણ ગરબા ના કાર્યક્રમમાં પણ પોતે જઈને હાજરી આપે છે. અને એન્ટ્રી થતાં જ લોકોના ઉત્સાહ માં બમણો વધારો થઈ જતો જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.