ભાભી જી ઘર પર હે! સિરિયલ ને લાગી નજર. દીપેશ ભાન ના મોત બાદ ફરી સામે આવી ગઈ એક દુઃખદ ઘટના. આ અભિનેતા ના પુત્ર,
ભારતમાં પ્રખ્યાત કોમેડી સિરિયલ ભાભીજી ઘર પર હે માં થોડા સમય પહેલા જ એક દુઃખદ ઘટના ઘટી હતી. જેમાં શોમાં કામ કરેલ રહેલા અભિનેતા દિપેશ ભાન ના નિધન બાદ તેના ચાહકોમાં ઘણું જ દુઃખનું વાતાવરણ છવાયું હતું. એવામાં ફરી ભાભીજી ઘર પર હે ના શોમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં વાત કરીએ તો તેમાં ડોક્ટરની ભૂમિકા ભજવનાર જીતુ ગુપ્તાના પુત્ર વિશે આ ખરાબ સમાચાર આવ્યા છે.
આ શોમાં ડોક્ટરની ભૂમિકા ભજવનાર એક્ટર જીતુ ગુપ્તાનો પુત્ર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો અને તેણે તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી.પુત્ર ની તબિયત વિશે પૂછવા માટે તેમને વારંવાર ફોન ન કરો. જીતુ ગુપ્તાએ પોસ્ટ કરી અને લખ્યું – તમે લોકોને હાથ જોડીને વિનંતી કરૂ. ફક્ત તમારા આશીર્વાદ અને ભગવાનને પ્રાર્થના કરો.
કારણ કે આ સમયે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ટીવી શો ભાબી જી ઘર પર હૈ માં ડૉક્ટરની ભૂમિકા ભજવનાર જીતુ ગુપ્તા, અપીલ કરતી વખતે કહ્યું કે હું વાત કરવાની સ્થિતિમાં નથી અને આટલા બધા કોલ હેન્ડલ કરી શકતો નથી. આ પછી હવે જીતુ ગુપ્તા એ ફેન્સને એવા સમાચાર આપ્યા છે જેની કોઈને આશા ન હતી.
જીતુ ગુપ્તા એ પોતાના પુત્રની તસવીર પોસ્ટ કરી અને લખ્યું – નહી રહા મેરા બાબુ આયુષ. એક પિતા માટે તેના પુત્રને તેની યુવાનીમાંથી પસાર થતો જોવો કેટલો મુશ્કેલ હોય છે તે કહેવાની જરૂર નથી. જીતુનો દીકરો માત્ર 19 વર્ષનો હતો. તે ઘણી વખત તેના પુત્ર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેમના પુત્રની આત્માની શાંતિ માટે કામના કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!