ગાંધીનગર માં જામ્યો નવરાત્રી નો રંગ ! પરંપરાગત સંસ્કૃતિ અને ગામડા ની થીમ સાથે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે ગરબે, જુઓ તસ્વીર.
છેલ્લા બે વર્ષથી વિશ્વમાં કોરોના કાળ ચાલતો હતો. ભારતમાં કોરોના કાળ ચાલતો હોવાને લીધે નવરાત્રીના નવ દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શક્યા ન હતા. આ વર્ષે ખેલૈયાઓ બમણા ઉત્સાહ સાથે માતાજીની પૂજા, અર્ચના કરીને ગરબા રમતા જોવા મળે છે. ઠેર ઠેર પાર્ટી પ્લોટ માં પગ મુકવાની પણ જગ્યાઓ હોતી નથી. એટલી મોટી સંખ્યામાં ખેલૈયા ગરબા રમવા આવતા હોય છે.
આખા ગુજરાતમાં ગરબાની રમઝટ જામી ચુકેલી છે. એમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર પણ પાછું પડે એમ નથી. ગાંધીનગરના કલ્ચરલ ફોરમ દ્વારા આ વર્ષે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે. જે માટે સેક્ટર 11 માં જી સી એફ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે ભવ્ય થી ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ખેલૈયાઓ ગરબા મોકલાશથી રમી શકે તે માટે ત્રણ લાખ ચોરસ ફુટ નું વિશાળ મેદાનને સજાવવામાં આવ્યું છે.
સાથોસાથ ગ્રાઉન્ડ ઉપર ગામડાનું આબેહૂબ નકલ ઊભી કરવામાં આવેલી છે. તે માટે ચાકડા, ગરબા, માટલા સહિતની અનેક દેશી પરંપરાગત ચીજ વસ્તુઓ ત્યાં મૂકવામાં આવેલી છે. કોઈ બનાવ ના બને તે માટે 70 જેટલા સીસીટીવી કેમેરા આ ગ્રાઉન્ડ ઉપર મૂકવામાં આવેલા છે. ખેલૈયાઓ ગરબા રમીને પૌષ્ટિક વાનગીઓ આરોહી શકે તે માટે ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવેલા છે.
આ પ્લેગ્રાઉન્ડની ખાસ વિશેષતા એ છે કે સ્ટેજ ઉપર માં જગદંબાની બાર ફૂટ ઊંચી પ્રતિમા નું સ્થાપન કરવામાં આવેલું છે. સાથો સાથ જાણવા મળ્યું કે સાંજે 07:00 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં ટ્રેડિશનલ કપડા પહેરીને આવતા ત્રણસો ખેલૈયાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. આમ ખેલૈયાઓ ગાંધીનગરના આ ગ્રાઉન્ડમાં ખૂબ જ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે અને નવરાત્રી નો ભરપૂર આનંદ માણી રહ્યા છે. જેના ઘણા બધા ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!