Gujarat

રાજકોટ- નવરાત્રી ના પ્રથમ દિવસે શ્રી રામ હોસ્પિટલ માં સાક્ષાત નવદુર્ગા એ દીધા દર્શન. એકસાથે 9-દીકરીઓ,

Spread the love

આપણા સમાજમાં ક્યારેક ક્યારેક એવી આશ્ચર્યચકિત ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને સાંભળીને આપણને લોકોને ખૂબ જ ગર્વની લાગણી અનુભવતા હોઈએ છીએ. અત્યારે હાલ ભારતમાં નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે. એવામાં નવરાત્રીના પ્રથમ નોરતે રાજકોટ જિલ્લામાં એક હોસ્પિટલમાં એક સાથે 11 બાળકો નો જન્મ થયો હતો. જેમાં પ્રથમ નોરતામાં જ 11 બાળકો પૈકી નવ દીકરીઓનો જન્મ થતાં લોકો આ નવ દીકરીઓને નવ દુર્ગાનું સ્વરૂપ ગણાવી રહયા છે અને લોકો માં ખુશી નો માહોલ સર્જાયો છે.

આ ઘટના રાજકોટ શહેરમાં બની હતી. જેમાં આવેલી શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલનું થોડા સમય પહેલા જ અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રીઓ અને બાળકો માટે અલગ વિભાગ શરૂ કરેલો હતો. નવરાત્રીના પ્રથમ દિવસે અહીં સેવા કરી રહેલ ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા પ્રથમ દિવસે 11 માતાઓ ની ડિલિવરી કરવામાં આવી.

જેમાં નવ દીકરીઓનો જન્મ થતા હોસ્પિટલમાં પણ ખૂબ જ ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને તમામ માતાઓને ખૂબ જ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત ડોક્ટર ચિરાગ ઠુમ્મરે જણાવ્યું હતું કે અહીં શ્રીરામહોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત માતાઓની સિઝેરિયન ડિલિવરી તથા નોર્મલ ડિલિવરી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત કોઈ પણ જાતનો ખર્ચ દર્દી માતાઓને આપવો પડતો નથી.

અને સારી ગુણવત્તા સભર અહીં દર્દીઓને સાર સંભાળ લેવામાં આવે છે. આ સાથે જ ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા તમામ માતાઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને નવજાત શિશુઓને આશીર્વાદ પાઠવ્યા છે. આ ખૂબ જ સારી એવી ઘટના નવરાત્રીના પાવન અવસર પર બની હતી અને 9 બાળકીઓને લોકો નવદુર્ગાનું સ્વરૂપ જણાવી રહ્યા છે અને લોકો આ બાળકીઓને આશીર્વાદ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *