India

ઈ-રીક્ષા ચાલક પતિ એ પાવડા ના ઘા ઝીકી પત્ની અને પુત્રી ની કરી ઘાતકી હત્યા કારણ જાણી ફાટી જશે આંખો.

Spread the love

રોજે રોજ હત્યા અને આત્મહત્યા ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. હત્યા અને આત્મહત્યાના બનાવ માં દિન પ્રતિદિન ખૂબ જ પ્રમાણમાં વધારો થાય છે. ક્યારેક લોકો અનેક વાતથી કંટાળી જતા આત્મહત્યા કરી લેતા હોય છે. તો ક્યારેક લોકો કોઈ કારણસર એકબીજાની હત્યા કરી નાખતા હોય છે. એવી જ એક ઘટના ગાઝિયાબાદ થી સામે આવી છે. જેમાં એક ઇ રીક્ષા ડ્રાઇવર પતિ એ તેની પત્ની અને તેની પુત્રીની હત્યા કરી નાખી હતી અને કારણ જણાશો તો તમે પણ ચોકી જશો.

આ ઘટના શુક્રવારના રોજ ગાઝીયાબાદના સિહાનિ ની ગામમાં સાદિક નગરમાં બની હતી. જ્યાં સવારે ચાર વાગ્યે સંજય પાલ કે જે ઈ રિક્ષા ડ્રાઇવર છે. તેણે તેની 35 વર્ષની પત્ની રેખા પાલ અને 14 વર્ષની પુત્રી તાશું ની હત્યા કરી નાખી હતી. જાણવા મળ્યું કે રીક્ષા ડ્રાઇવરની પત્ની રેખા અને તેની પુત્રી તાશું ને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ફેમસ થવાનો શોખ હતો. આ માટે તે અનેક વીડિયો અને રીલ્સ પોતાના બોલ્ડ અવતારમાં મુકતી હતી.

પતિને શંકા હતી કે તેની પત્નીનું કોઈ સાથે અફેર ચાલી રહ્યું હતું. આથી સંજય પાલે માતા અને પુત્રીની હત્યા કરીને તે ઘરે લોક મારીને નીકળી ગયો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેમાં એસપી સીટી નીપુણ અગ્રવાલ એ આ કેસમાં આરોપી પતિ સંજય પાલની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને બધી વાત કરી હતી.

જેમા પતિએ જણાવ્યું હતું કે તેની પત્નીનું નોઈડામાં કોઈ સાથે અફેર ચાલી રહ્યું હતું. તે ઘણીવાર તેની પાછળ પણ જતો હતો અને ધીરે ધીરે તેને દીકરીને પણ સાથે લઈ જવાનું શરૂ કર્યું હતું. આ બાબતે તેને ઘણીવાર પત્નીને સમજાવી હતી પરંતુ તેનું અફેર ચાલુ રહ્યું હતું. જે બાદ તેને ગુસ્સો આવતા તેને તેની પત્ની નું પાવડા વડે ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ ઓશિકા વડે મોઢું દબાવી દીધું હતું અને ત્યારબાદ ત્રીજા માળે અગાસી ઉપર સુઈ રહેલી તેની પુત્રીની પણ હત્યા કરી નાખી હતી. આમ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આરોપી પતિની ધરપકડ કરવામાં આવી હતી. રોજબરોજ આવા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *