મેરે સાઈ સિરિયલ ની અભિનેત્રી અનાયા સોની શૂટિંગ સમયે થઇ બેભાન, અભિનેત્રી ની ગંભીર બીમારી જાણી ને ચોકી જશે.
આપણા ભારતમાં ઘણી બધી લોકપ્રિય ટીવી સિરિયલો આવે છે. કેટલીક તેવી ટીવી સિરિયલ કોમેડી હોય છે તો કેટલીક પારિવારિક હોય છે તો કેટલીક ધાર્મિક સીરીયલ હોય છે. એવી જ એક ભારતમાં ટેલિવિઝન પર આવતી પ્રખ્યાત સીરીયલ ‘મેરે સાઈ’ આ સીરીયલ લોકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ આ ટીવી સિરિયલની એક અભિનેત્રી સાથે એક જોડાયેલી ઘટના સામે આવી છે.
મેરે સાઈ ટીવી સીરીયલમાં અભિનય કરતી અભિનેત્રી અનાયા સોનીની તબિયત હાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તે શૂટિંગ દરમિયાન સેટ ઉપર બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવારમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેની કિડની ખરાબ થઈ ગઈ છે. માટે અનાયા સોની ની કિડની ટ્રાન્સલેટ કરવી પડશે.
આ બાબતે તેમના પિતાએ કહ્યું હતું કે તેમને ચિંતા છે કે કિડની રિપ્લેસમેન્ટ અને ડાયાલિસિસના પૈસા ક્યાંથી આવશે અને ડાયાલિસિસ પણ કરાવવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. અનાયા સોનીની થોડા વર્ષો પહેલા એટલે કે વર્ષ 2015માં બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ત્યારે તેના પિતાએ એક કિડની તેને આપી હતી. પરંતુ આ કિડની પણ હાલમાં ફેલ થઈ ગઈ છે. હવે ડોક્ટરે કહ્યું કે પહેલા તેનું ડાયાલિસિસ કરવામાં આવશે. ત્યારબાદ બીજી કિડની ટ્રાન્સલેટ કરવામાં આવશે.
વર્ષ 2021 માં અનાયા સોની એ પોતાની બીમારી માટે સોશિયલ મીડિયા થકી લોકો પાસે આર્થિક મદદ પણ માંગી હતી અને હાલમાં તે કહી રહી છે કે, ટૂંક સમયમાં તેની કિડની ટ્રાન્સલેટ કરવામાં આવશે. પહેલા ડાયાલિસીસ કરવામાં આવશે. ત્યારબાદ માટે કિડની ટ્રાન્સલેટ માટે એપ્લાય કરવામાં આવશે. તેને કહ્યું કે તે અંધેરી ઇસ્ટ માં આવેલી હોલી હોસ્પિટલ માં સોમવારના રોજ દાખલ થવા જઈ રહી છે અને તેણે લોકોને કહ્યું કે તેના માટે લોકો ભગવાનને પ્રાર્થના કરે. અનાયા સોની નો જન્મ આંધ્ર પ્રદેશ રાજ્યમાં થયો હતો. તે મેરે સાઈ ઉપરાંત સાવધાન ઈન્ડિયા, અદાલત, crime patrol વગેરે જેવી માં પોતાનું કામ આપી ચુકી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!