ફાઇનલ મેચ માં શ્રીલંકા સાથે ટકરાતા પહેલા ઇન્ડિયા લિજેન્ડ્સ ના પ્લેયર પહોંચ્યા લેક પર, સચિન કોફી ની ચુસ્કી લેતા જુઓ ફોટા.
થોડા મહિના પછી 20-20 ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. એવામાં ટીમ ઇન્ડિયા ઘણી બધી મેચો રમીને પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહી છે અને બીજી તરફ છત્તીસગઢ ની રાજધાની રાયપુરમાં રોડ સેફટી વર્લ્ડ ક્રિકેટ સીરીઝ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ઘણા બધા પ્લેયરો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં સચિન તેંડુલકર થી લઈને યુવરાજસિંહ, સુરેશ રૈના જેવા અનેક ખેલાડીઓ આ મેચમાં જોવા મળે છે.
વર્ષ 2021 માં શ્રીલંકા અને ભારત વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવ્યું હતું અને આ વર્ષે શુક્રવારના રોજ રાયપુરના વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા લિજેન્ડ્સે વેસ્ટ ઇન્ડીઝની ટીમને 14 રને હરાવ્યું હતું. હવે ફાઇનલ મેચમાં શ્રીલંકા અને ઇન્ડિયા ની ટીમ ટકરાશે. તેવામાં ફાઈનલ મેચ રમતા પહેલા ઇન્ડિયા ટીમના ઘણા બધા ખેલાડીઓ મોજમસ્તી કરતા નજરે ચડ્યા હતા.
જેમાં સચિન તેંડુલકર, સુરેશ રૈના, મનપ્રીત ગોની સાથે અનેક ટીમના ખેલાડીઓ લેક માં મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં સચિન તેંડુલકર લેક ના કિનારે આવેલી એક નાની જોપડીમાં સુસવાટા મારતા પવનની સામે શાંત મનથી કોફીની ચુસકી લઈ રહ્યા હતા. તો બીજી તરફ સુરેશ રૈના સાથે મનપ્રિત ગોની તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા. જેમાં સુરેશ રૈના પોતે જાતે સ્પીડ બોટ ચલાવી રહ્યો હતો અને સ્પીડ બોટમાં અન્ય ખેલાડીઓ પણ બેઠેલા જોવા મળ્યા હતા.
આ અગાઉ ઇન્ડિયા લિજેન્ડ્સે એ રાયપુરમાં ઓસ્ટ્રેલિયા ની સામે મેચ રમી હતી. ત્યારબાદ ની યુવરાજસિંહ ની કેટલીક તસવીરો શેર થઈ હતી. જેમાં યુવરાજસિંહ તેની પત્ની હેઝલ અને પુત્ર ઓરિયન ની સાથે મજાક મસ્તી કરી રહેલા ફોટા વાયરલ થઈ રહ્યા હતા. આમ ઇન્ડિયા ના ખેલાડીઓ ખૂબ જ મજાક મસ્તીના મૂડમાં હતા અને હવે આગામી દિવસોમાં ફાઇનલ મેચ નું આયોજન થઈ રહ્યું છે. જેમાં જોવાનું રહ્યું કે 2022 માં કોણ ટ્રોફી નો હકદાર હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!