India

નાનપણ માં કંડલા બંદર ને જોઈ ચક્કર ખાઈ જતા વ્યક્તિ આજે કંડલા બંદર ના મલિક છે, જાણો સફળ બિઝનેસમેન ની કહાની.

Spread the love

આપણા ગુજરાતીઓ કહેવાય છે ને કે બિઝનેસમાં ખૂબ જ આગળ પડતા હોય છે. એ વાત બે મોટા ભારતના બિઝનેસમેને સાબિત કરી. એક છે મુકેશ અંબાણી અને બીજા ગૌતમ અદાણી. ગૌતમ અદાણી વિશે વધુ વિગતે વાત કરીએ તો ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962 ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો. ગૌતમ અદાણી છ ભાઈ બહેન હતા. તેનો પરિવાર બહુ પૈસાદાર ન હતો આથી તે અમદાવાદના પોલ વિસ્તારમાં શેઠચાલમાં રહેતો હતો.

ગૌતમ અદાણીની વાત કરીએ તો ગૌતમ અદાણી જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ કરી રહ્યા હતા ત્યારે તેને ભણવામાં કોઈ ખાસ રસ હતો નહીં અને તેને બીકોમને અધવચ્ચેથી જ છોડી દીધું હતું અને ત્યારબાદ તેના પિતાના બિઝનેસમાં જોડાઈ ગયા હતા. ત્યારથી તેને લાગતું હતું કે તે મોટા થઈને સફળ બિઝનેસમેન બનશે અને થયું પણ એવું જ. ગૌતમ અદાણી પોતાના પિતાની પ્લાસ્ટિક રેપ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા.

ગૌતમ અદાણી જ્યારે જ્યારે પિતાની સાથે કામ કરતા હતા ત્યારથી જ તેને બિઝનેસના દાવ પેચ શીખી લીધા હતા. તે બજારની કન્ડિશન જોતા હતા અને તેને ધ્યાનમાં રાખીને તેના પ્રતિસ્પર્ધી કરતા ઓછા ભાવના દરે વસ્તુઓ ખરીદવા ગ્રાહકોને ઓફર કરતા હતા. તે કહે છે કે જ્યારે તે બાળપણમાં કંડલા પોર્ટ ફરવા જતા હતા ત્યારે એટલું મોટું બંદર જોઈને દંગ રહી જતા હતા. પરંતુ આજે તે જ કંડલા બંદરના માલિક બની ચૂક્યા છે.

ગૌતમ અદાણી અમદાવાદ થી મુંબઈ ગયા. જ્યાં હીરાના વેપારી મહેન્દ્ર બ્રધર સાથે કામ કરવાનું શરૂ કર્યું અને માત્ર બે વર્ષમાં જ તેને બજારમાં પોતાના હીરાનું વ્યવસાય શરૂ કરી દીધો હતો. ગૌતમ અદાણી પહેલા ચાલમાં રહેતા હતા. જ્યારે તે અમદાવાદ થી મુંબઈ આવ્યા હતા ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી અને તે મુંબઈ આવ્યા બાદ મહેન્દ્ર બ્રધર્સ માં માત્ર 300 રૂપિયાના પગારે કામ કરવાનું શરૂ કર્યું હતું અને માત્ર 20 વર્ષની જ ઉંમરે હીરાની દલાલી નો આઉટ ફીટ ખોલી નાખ્યો હતો.

ત્યારબાદ તે તેના ભાઈ મનસુખલાલ ના કહેવાથી મુંબઈથી પાછા અમદાવાદ આવ્યા અને પ્લાસ્ટિક ફેક્ટરી માં કામ કરવા લાગ્યા. ત્યારબાદ તેને પીવીસી ઈમ્પોર્ટનો સફળ બિઝનેસ શરૂ કર્યો અને ત્યારબાદ પ્લાસ્ટિકના વ્યવસાયમાંથી મોટી આવક ઉભી કરવામાં આવી અને ત્યારે ગૌતમ અદાણી એ વર્ષ 1988 માં અદાણી એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના કરી હતી અને આજે અદાણી ગ્રુપની અદાણી કંપની દેશની સૌથી મોટી નિકાસ કંપનીઓ માની એક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *