નેપાળી નોકરે મલિક ને આપ્યો મોટો દગો! 14-વર્ષ ના તરુણ ને બનાવ્યો બંધક બાદ કરી મોટી લૂંટ, જાણો શું બની ઘટના.
ગુજરાતમાંથી રોજબરોજ ખૂન, ખરાબા, ચોરી, લૂંટફાટ ની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આપણા ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી પણ અનેક લોકો નાના મોટા કામ અર્થે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા લોકો આપણી સાથે રહીને આપણો વિશ્વાસ જીતી લઈને ક્યારેક વિશ્વાસઘાત કરીને ચોરી અને લૂંટફાટ કરી બેસતા હોય છે.
એવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. જેમાં એક બિલ્ડરના ઘરની નીચે નેપાળી યુવક કે જે ચોકીદારનું કામ કરી રહ્યો હતો. તે ત્યાં એક નાની ઓરડીમાં રહેતો હતો અને જ્યારે બિલ્ડર અને તેની પત્ની અમદાવાદમાં કોઈ કામ અર્થે ગયા હતા. ત્યારે તેના પુત્રને બંધક બનાવીને નેપાળી યુવકે ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.
આ બાબતે વધુ જાણકારી રાજકોટ ઝોન ટુના ડીસીપી સુધીર દેસાઈ એ આપી હતી અને જણાવ્યું હતું કે રોયલ પાર્ક સોસાયટીમાં પ્રભાતભાઈ સિંધવનું મકાન આવેલું છે. જેમાં વહેલી સવારે પરભાત ભાઈ નો પુત્ર જસ સિંધવ પોતાના ઘરમાં ત્રીજા માળે સૂઈ રહ્યો હતો. જ્યારે જસ સિંધવ સુઈ રહ્યો હતો ત્યારે નેપાળી યુવક કે જે નીચેની ઓરડીમાં રહે છે તેને અને તેની પત્નીએ અને તેના સાથીદારોએ ઉપર આવીને જસના રૂમનું દરવાજો ખખડાવ્યો અને જસને અંદર લઈ જઈને ઓશિકાના કવર વડે તેનું મોઢું દબાવીને તેને બાંધી રાખ્યો હતો.
અને ત્યારબાદ સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરીને તે લોકો નાસિ છૂટ્યા હતા. આ બાબતે જસના કાકા જયેશભાઈ સિંધવ એ જણાવ્યું હતું કે જ્યારે તેનો ભત્રીજો ઘરે એકલો હતો ત્યારે આ ઘટના બની હતી અને તેને કહ્યું હતું કે તેના ભાઈ અને ભાભી કામ હોવાથી અમદાવાદ ગયા હતા. અને જ્યારે આ ઘટના બની ત્યારે તે લોકો અમદાવાદ એરપોર્ટથી રિટર્ન ફરી રહ્યા હતા.
આ બાબતે પોલીસે તાત્કાલિક નેપાળી લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. નેપાળી લોકોએ છરી બતાવીને આ સમગ્ર મામલા ને અંજામ આપ્યો હતો. જસ ની ઉંમર માત્ર 14 વર્ષની હતી અને ૧૪ વર્ષના તરુણને બંધક બનાવીને સમગ્ર લુટ ચલાવવામાં આવી હતી. આ ઘટના રાજકોટના રોયલ પાર્કમાં શેરી નંબર સાતમાં માતો શ્રી બંગલામાં બની હતી. જે નેપાળી નોકરનું નામ અનિલ ઉર્ફે રામ જાણવા મળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!