India

ભારતીય ક્રિકેટર શિખર ધવન કરશે બૉલીવુડ માં ડેબ્યુ અભિનેત્રી સાથેની તસ્વીર જોઈ ઉડી જશે હોંશ, જુઓ ફોટા.

Spread the love

આપણા દેશમાં બે વર્ગ ખાસ એવો ચર્ચામાં હોય છે એક વર્ગ છે બોલીવુડના એક્ટર્સનો વર્ગ અને બીજો વર્ગ છે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ખેલાડીઓ. આ બંનેના વચ્ચેનો નાતો પણ કંઈક સંકળાયેલો જોવા મળે છે. એવી જ એક વાત કરીશું આજે ભારતીય ક્રિકેટ ટીમના એક ખેલાડી કે જે હવે બોલિવૂડમાં પોતાનું યોગદાન આપવા જઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી એવા શિખર ધવન કે જે ક્રિકેટમાં ખૂબ જ સારું પોતાનું યોગદાન આપતો આવ્યો છે અને હજુ પણ આપી રહ્યો છે. શિખર ધવન હવે બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યો છે. સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન એવા શિખર ધવન હવે બોલિવૂડની અભિનેત્રીઓ સોનાક્ષી સિંહા, ઉમા કુરેશી સહિત ઈકબાલ અને મહત રાધવેન્દ્ર જેવા કલાકારો સાથે કામ કરતો જોવા મળશે.

શિખર ધવન બોલીવુડની આગામી ફિલ્મ ડબલ એક્સેલમાં અભિનય કરતો જોવા મળી શકે છે. એમ જાણવા મળ્યું છે આ ડબલ એક્સેલ ફિલ્મ સતરામ રામાણી દ્વારા નિર્દેશિત કરવામાં આવવાની છે. આ ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ ટુ પ્લસ સાઈઝની મહિલાઓ પર આધારિત છે. જેવો પોતાના જીવનમાં પોતાના સપનાઓ પૂરા કરવા મથામણ કરી રહી હોય છે.

એટલે કે મહિલાઓ પોતાના વજનને લઈને સમાજમાં પ્રવતર્તી અનેક વિચારસરણીઓનો સામનો કરતી જોવા મળશે અને સમાજને એક અનોખો સંદેશ આપતી જોવા મળશે. આમ શિખર ધવને આ બાબતે વધુમાં કહ્યું હતું કે જ્યારે તેને આ ફિલ્મમાં જવાની તક મળી ત્યારે તેની વાર્તા સાંભળીને તે ખૂબ જ પ્રભાવિત થયો હતો.

અને ફિલ્મની વિશેષતા એ છે કે તે સમાજને એક અલગ પ્રકારનો અને સુંદર સંદેશ આપશે અને તેને આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા પણ દર્શાવી હતી. આ બાબતે શિખર ધવન અને અભિનેત્રી ના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આમ શિખર ધવન હવે બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવતો દેખાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *