ઉર્વશી રાઉતેલા ની કરવાચોથ ની એક પોસ્ટ પર તેના ચાહકો એ લીધી તેને આડેહાથ કહ્યું એવું કે,
આપણા ભારત દેશમાં બે લોકોનો વર્ગ ખાસ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય હોય છે. એક વર્ગ છે બોલીવુડના એક્ટર્સ અને બીજો વર્ગ છે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ખેલાડી. કારણકે આ બંને વચ્ચે નાતો પણ કઈક જોડાયેલો રહે જ છે. ફરી એવો જ એક કિસ્સો સામે આવી ગયો છે જેમાં વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન રીષભ પંત હાલમાં ખાસ એવો ચર્ચાનો વિષય રહે છે અને તેની સાથે અભિનેત્રી ઉર્વશી રાઉતેલા નું નામ જોડાયેલું સમાચારોમાં રહે છે.
ઉર્વશી રાઉતેલાએ હાલમાં જ એક ફરી પોસ્ટ કરી છે જેને લઈને હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા ઉર્વશી રાઉતેલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે જ્યારે દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી ત્યારે તેને ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંત મળવા આવ્યા હતા પરંતુ તે સૂઈ ગઈ હોવાના લીધે મળી શકી ન હતી અને રિષભ પંતે તેના ફોનમાં 17 મિસ કોલ કર્યા હતા.
તે વાત પણ તેને જણાવી હતી. પરંતુ ત્યારબાદ રિષભ પંતે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે રમુજ સાથે કહ્યું હતું કે લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યુઓ માં ખોટું બોલી દેતા હોય છે. વૃષભ પંતે લખ્યું હતું કે તે લોકો લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે ભગવાન તેમની પર કૃપા વરસાવે મારો પીછો છોડી દે બહેન.
આમ આવી રીતના રિષભ પંતે આ બાબતનો ઉર્વશી રાઉતેલા ને જવાબ આપ્યો હતો અને ઉર્વશી રાઉતેલાએ ફરી એકવાર પોસ્ટ કરી છે આ પોસ્ટમાં તેને હાઈ નેટની સાથે શોર્ટ સ્કર્ટ પહેરેલું છે અને કેપ્શન માં લખેલું છે કે ચંદ્રની રોશની તમારા જીવનને ખુશીઓ શાંતિ તથા સદભાવના થી ભરી દે. કરવા ચોથ ની શુભ કામના એડવાન્સમાં.
એટલે કે ઉર્વશી રાઉતેલા એ કરવા ચોથની શુભકામના કામના પાઠવી હતી. આ શુભકામના પાઠવતાની સાથે જ તેના ચાહકો તેની સાથે ઋષભ પણ તેનું નામ જોડી રહ્યા છે અને કહે છે કે શું તમે ઋષભ પણ માટે કરવા ચોથનું વ્રત કરવાના છો. આમ આવી અવનવી પ્રતિક્રિયાઓ લોકો કરી રહ્યા છે અને બંને જણા સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!