ટીવી સિરિયલ ની અભિનેત્રી એશ્વર્યા શર્મા એ કરી દીપાવલી ની શાનદાર ઉજવણી પતિ-પત્ની એ તૈયાર કરી કલાત્મક રંગોળી જુઓ તસ્વીર.
કાલે આખા ભારતભરમાં દિવાળી પર્વની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ પોતાના ઘરને રોશની થી શણગાર્યું હતું. તો એક બાજુ રંગબેરંગી ફટાકડાથી આખું આકાશ સજીધજી ને તૈયાર થયું હોય તેમ લાગી રહ્યું હતું. સામાન્ય માણસોથી મોટા મોટા સેલિબ્રિટીઓએ પણ દિવાળીના પર્વની શાનદાર રીતે ઉજવણી કરી હતી અને અયોધ્યામાં પણ દિવાળીના પર્વની ખૂબ જ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જેના અનેક ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર થયેલા જોવા મળે છે. નાના લોકોથી માંડીને સેલિબ્રિટીઓ અને અભિનેતા અને અભિનેત્રીઓ પણ દિવાળીના પર્વની શાનદાર રીતે ઉજવણી કરતા નજરે ચડે છે. ટીવી સીરીયલ ગુમ હે કિસી કે પ્યાર મે આ ટીવી સિરિયલની અભિનેત્રી ઐશ્વર્યા શર્મા ના લગ્ન પછી તેની આ પહેલી દિવાળી છે.
એશ્વર્યા શર્માએ તેના પતિ નીલ ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ આ વખતની તેની દિવાળી તેના પતિના ઘરે મનાવી હતી. તેને પોતાના ઘરે સુંદર રંગોળી કરી હતી તો તેના પતિ સાથે સુંદર પોઝ આપીને ફોટા પડાવી પોતાના instagram એકાઉન્ટ ઉપર શેર કર્યા હતા. તેને પતિ સાથે સાસુ-સસરા ની સાથે દિવાળીના પર્વ ની શાનદાર રીતે ઉજવણી કરી હતી અને ઘરને એક સુંદર રીતે સજાવેલ જોવા મળે છે જાણવા મળ્યું કે અભિનેત્રી એશ્વર્યા શર્મા તે પોતે રંગોળી બનાવવામાં ખૂબ માહેર છે.
અભિનેત્રીએ instagram ઉપર ફોટો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે તમને બધાને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ. ચાહકોને તેના ફોટા ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને તેને પણ દિવાળીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. એશ્વર્યા શર્મા તેના પતિ નીલ ભટ્ટ સાથે અને તેના સાસુ સુનીતા ભટ્ટની સાથે પણ પાડેલી તસવીર તેને સોશિયલ મીડિયા ઉપર શેર કરેલી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!