પિતા-પુત્રી નો પ્રેમ ! પિતા પ્રત્યે નાની પુત્રી એ જે સંવેદના દર્શાવી એ જોઈ લોકો ના હ્નદય દ્રવી ઉઠ્યા,,જુઓ વિડીયો.
આપણા સમાજમાં ભગવાન પછી જો કોઈ વ્યક્તિનું સ્થાન આવે તો તે સ્થાન માતા-પિતાનું હોય છે. માતા પિતા પોતાના બાળકોને સાચવવા માટે બધી જ મહેનત કરતા હોય છે. જ્યાં સુધી બાળક પોતાના પગ ઉપર નિર્ભર ના થાય ત્યાં સુધી માતા-પિતા તેની સાર સંભાળ લેતા હોય છે. એમાં ખાસ કરીને દીકરીઓને તેના માતા પિતા પ્રત્યે ખૂબ જ લાગણીની ભાવના હોય છે.
કારણ કે દીકરી હોય એટલે એક દિવસ તેને એક ઘર છોડીને બીજા ઘર સુધી જવાનું હોય છે. પરંતુ દીકરી જ્યાં સુધી તેના માતા પિતાની સાથે રહે છે ત્યાં સુધી તેની અનેક ભાવનાઓ તેની સાથે જોડાયેલી હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જે લોકોના હૃદય સુધી સ્પર્શી ગયો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક પિતા પોતાની એક નાની એવી રેસ્ટોરન્ટમાં ખૂબ થાકેલી અવસ્થામાં હોય છે.
અને તે ટેબલ ઉપર માથું રાખીને આરામ કરી રહ્યા હોય છે. અચાનક થાય છે એવું કે તેની નાની પુત્રી ત્યાં આવે છે અને પિતાને સુતેલા જોઈને તેનું મન ભરાઈ આવે છે અને નાની બાળકી તેનું જેકેટ ઉતારીને તેના પિતા સુતા હોય તેને તેના ખભા ઉપર ઓઢાડી દે છે અને જેકેટ તેના ખભા ઉપર મૂકીને તે ત્યાંથી ચાલી જાય છે. થોડીવાર પછી જ્યારે પિતાની આંખ ઊઘડે છે ત્યારે તે પોતાના ખભા ઉપર તેની પુત્રીનું જેકેટ જોવે છે અને પિતા થોડા સમય માટે વિચારમાં પડી જાય છે.
અને ત્યારબાદ તે ભાવુક થઈને રડતા હોય તેવું લાગી રહ્યું છે. આમ એક પિતા પ્રત્યે નાની ઉંમરમાં આ દીકરીની લાગણી જોઈને લોકો વિડીયો જોઈને ખૂબ જ ભાવુક પણ થઈ રહ્યા છે અને પિતા પુત્રીના પ્રેમ પ્રત્યે ખૂબ જ સંવેદના દર્શાવી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર આવતા હોય છે જે લોકોના હૃદય ને સ્પર્શી જતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!