યુવાને ભૂખ્યા ડોગી ને બાફેલા ઈંડા આપી મિટાવી ડોગી ની ભૂખ ! ડોગી ની આંખો માં જોવા મળ્યો અનોખો પ્રેમ,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનોખા વિડિયો વાયરલ થતા હોય છે. લોકોને મનોરંજન વાળા વિડીયો જોવા ખાસ પસંદ હોય છે. આપણે મનુષ્ય થઈને તો ગમે તે રીતે પોતાનું પેટ ભરી લઈએ છીએ. પરંતુ રસ્તા ઉપર અનેક એવા મૂંગા જાનવરો હોય છે કે તેને પેટ ભરવા માટે અહીંથી તહીં ભટકવું પડતું હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક ડોગી ભૂખનો મારો એક ની દુકાન ઉપર પહોંચે છે. ત્યારે જે તેની સાથે ઘટના બને છે તે જોઈને લોકોના હૃદય પણ દ્રવી ઉઠ્યા છે. વાયરલ થઈ રહેલી આ ક્લિપ મિસ્ટર શૈંકી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ સ્ટ્રીટ ફૂડની દુકાન પાસે ઊભેલો જોવા મળે છે. આ દરમિયાન વ્યક્તિ તેના ફૂડ ઓર્ડરની રાહ જોતો જોવા મળે છે.
ત્યારે એક કૂતરાએ માણસના પગ પકડી લીધા અને તેની પાસે ખાવાનું માંગ્યું. જેને જોઈને વ્યક્તિનું દિલ દ્રવી જાય છે અને તે તેને ખવડાવવા તૈયાર થઈ જાય છે. આ પછી, વ્યક્તિ સ્ટ્રીટ ફૂડ વેન્ડરને કૂતરા માટે બાફેલા ઈંડા આપવાનું કહે છે અને આ દરમિયાન કૂતરો સતત મદદરૂપ નજરે વ્યક્તિને જોતો જોવા મળે છે. હાલમાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે વ્યક્તિ ભૂખ્યા કૂતરાને બાફેલા ઈંડા આપે છે.
વીડિયોએ યુઝર્સના દિલ જીતી લીધા છે. જેને જોઈને યુઝર્સ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કામની સતત પ્રશંસા કરી રહ્યા છે. આ વિડીયો જોઈને લોકો આ વ્યક્તિની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને વ્યક્તિ પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે. આવા અનેક વિડીયો રોજબરોજ આપણા સમક્ષ આવતા હોય છે. જેમાં ઘણા બધા લોકો આવા મૂંગા જાનવરો પ્રત્યે પ્રેમ દર્શાવતા હોય છે અને તેને મદદ પણ કરતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!