ભીખાભાઇ પટેલે પુત્ર ના લગ્ન ની કંકોત્રી મા એવું છપાવ્યું કે લોકો જોઈ ને થઇ ગયા બેભાન,,જાણો એવું તે શું લખાવ્યું?
હાલમાં આપણા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ખૂબ જ જામી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો તબક્કો પૂરો થઈ ગયો છે. અડધા ગુજરાતમાં ચૂંટણીનો રાઉન્ડ પતી ગયો છે તો અડધા ગુજરાતમાં હજુ આગામી પાંચ ડિસેમ્બરના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણી સાથોસાથ ગુજરાતમાં લગ્નની સિઝન પણ ખૂબ જ ધૂમધામથી ચાલી રહી છે. પહેલી ડિસેમ્બરના રોજ ચૂંટણીની સાથે લગ્ન પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં હતા.
આજકાલ જે ઘરમાં લગ્ન થવાના હોય છે તે ઘરના લોકો લગ્નની કંકોત્રીમાં અનોખો સંદેશો છપાવતા હોય છે અને લોકોને ચૂંટણીમાં મતદાન માટે જાગૃતિ ફેલાવતા હોય છે. એવો જ એક કિસ્સો હાલ બનાસકાંઠાના ઈડરમાંથી સામે આવ્યો છે. જેમાં ભીખાભાઈ પટેલ નામના એક વ્યક્તિના સુપુત્ર વિશાલભાઈ પટેલ ના લગ્ન થવાના હોય ભીખાભાઈ પટેલના પરિવાર એ વિશાલભાઈ ના લગ્નની કંકોત્રીમાં એવું છપાવ્યું હતું કે જેને જોઈને લોકો પણ પહેલી નજરમાં ચોકી ઉઠી ગયા હતા.
વિશાલભાઈ ના લગ્ન પ્રસંગ નિમિત્તે તારીખ 5 ડિસેમ્બરના રોજ લગ્ન નો ભોજન સમારોહ રાખવામાં આવેલો છે. પરંતુ પાંચ ડિસેમ્બરના રોજ ચૂંટણી પણ યોજાવવા જઈ રહી છે. આથી દીકરાના લગ્નમાં કંકોત્રી છપાવતા પહેલા ભીખાભાઈએ કંકોત્રીમાં 5-12-2022 ના રોજ મતદાન અવશ્ય કરશો એવો સિક્કો મરાવેલો જોવા મળે છે અને લોકોને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે.
ભીખાભાઈ કહે છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા જાય એ માટે આવું અનોખું પગલું ભરવામાં આવેલું છે અને લોકશાહીના અવસરના લોકો સારી રીતે ઉજવે અને લોકોમાં જાગૃતિ ફેલાઈ એ માટે તે લોકોએ લગ્નની કંકોત્રીમાં આવો સંદેશ છપાવ્યો હતો. લગ્નની કંકોત્રી ના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ભીખાભાઈ એ તેના પુત્ર ના લગ્નમાં 1000 જેટલી પત્રિકાઓ છપાવીને લોકોને વહેંચી છે અને તેના સંદેશો લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!