India

ભારત ની મહાન હસ્તીઓ કે જે ચાહકો ને લાંબા સમય સુધી તેના બાળકો ની એક ઝલક માટે તડપાવતા હોય છે,,જાણો લિસ્ટ.

Spread the love

આપણા ભારતમાં ક્રિકેટરો, બોલિવૂડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ તથા અનેક એવા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક્ટરો કે જ્યારે તેના ઘરે કોઈ નાના બાળકનો જન્મ થાય છે. ત્યારે મહિનાઓ સુધી તેના ચાહકોને બાળકોનું મોઢું દેખાવા દેતા હોતા નથી અને જ્યારે તેના ચાહકો આવા સેલિબ્રિટી ઓના બાળકોનું મોઢું જોવા માટે ખૂબ જ આતુર હોય છે. આવા ઘણા સેલિબ્રિટીઓ આ લિસ્ટમાં સામેલ જોવા મળે છે તો આજે ચાલો એક પછી એક સેલિબ્રિટી ની વાત કરીએ.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા – ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્મા થોડા મહિનાઓ અગાઉ માતા-પિતા બની ચૂક્યા છે. પરંતુ તે તેની પુત્રી ના ફોટા જ્યારે પણ શેર કરે છે ત્યારે દીકરીનો ચહેરો બતાવવા દેતા નથી. તેની દીકરીનું નામિકા છે જે તેની પાછળની સાઈડથી ફોટાઓ શેર કરતા હોય છે.

કાજલ અગ્રવાલ – સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી કાજલ અગ્રવાલ થોડા સમય પહેલા માતા બની છે. પુત્ર નીલ ની તસવીરો જ્યારે પણ શેર કરે છે ત્યારે પુત્રનો ચહેરો ચાહકોને દેખાતો હોતો નથી.

ભારતી સિંહ – ભારત ની કોમેડી સુપર સ્ટાર ભારતી સિંહ જ્યારે માતા બની હતી ત્યારે લગભગ ઘણા બધા દિવસો સુધી તેને તેના પુત્ર ગોલા ની તસવીર ચાહકોને દેખાડી ન હતી. પરંતુ હવે ભારતી સિંહ તેના બાળકની તસવીરો અને વિડીયો ખૂબ જ શેર કરે છે.

દેબીના બેનર્જી – ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી દેબીના બેનર્જી તો હાલમાં જ માતા બની છે. તે પણ તેના પુત્ર ની ઝલક દેખાડવા દેતી નથી અને પુત્ર ના મોઢા ઉપર કોઈને કોઈ ઈમોજી શેર કરી દેતી હોય છે.

નેહા ધૂપિયા – અભિનેત્રી નેહા ધૂપિયા પણ પુત્રની તસ્વીર અંગત રાખે છે. જ્યારે પણ તે તેના પુત્રની સાથે તસવીર શેર કરે છે ત્યારે તેના પુત્રનો ચહેરો તેમાં બતાતો હતો નથી.

કરીના કપૂર ખાન – કરીના કપૂર ખાનના બીજા પુત્ર જહાંગીરનો જ્યારે જન્મ થયો હતો ત્યારે લાંબા સમય સુધી તેને જહાંગીર નો ફોટો તેના ચાહકોને દેખાવા દીધો ન હતો અને જ્યારે પણ તે ફોટા શેર કરતી ત્યારે તેના મોઢા ઉપર ઇમોજી પણ મૂકી દેતી હતી.

શિલ્પા શેટ્ટી – લાંબા સમય સુધી શિલ્પા શેટ્ટી તેની પુત્રીનું મોઢું દેખાવા દીધું ન હતું. ચાહકો તેની પુત્રી સમીક્ષા ના ઝલકની રાહ જોઈને બેઠેલા હતા. પરંતુ શિલ્પા શેટ્ટી એ લાંબા સમય સુધી ચહેરો દેખાવા દીધો ન હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *