‘પરદેશી પરદેશી જાના નહીં’ ગીત માં ભૂમિકા ભજવનાર અભિનેત્રી આજે લાગે છે આટલી બધી બોલ્ડ,,જુઓ તસ્વીર.
આપણા ભારતમાં હાલના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક નવા કલાકારો જગ્યા બનાવતા જાય છે. અનેક યુવા કલાકારો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાના નસીબ અજમાવવા આવતા હોય છે. પરંતુ હાલ અને પહેલા 90 ના દશકમાં જેટલા પણ કલાકાર હતા તે કલાકારોની કલાકારી કંઈક અનોખી જ હતી. એ જમાનાના અભિનેતા અને અભિનેત્રીઓ ખૂબ જ મનમોહક અંદાજમાં પોતાનો અભિનય કરી દેખાડતા હતા.
એક જમાનાની રાજા હિન્દુસ્તાની ફિલ્મ આજે પણ લોકોને ખૂબ જ પ્રિય છે. રાજા હિન્દુસ્તાની ફિલ્મમાં અભિનેતા આમીરખાને રોલ ભજવેલો છે. જેમાં એક ગીત આજે પણ લોકો ગાતા હોય છે. તે ગીત છે પરદેશી પરદેશી જાના નહી. રાજા હિન્દુસ્તાની ફિલ્મમાં આવેલું પરદેશી પરદેશી જાના નહી ગીત અભિનેત્રી પર આધારિત હતું.
પરંતુ તેમાં ગીતમાં ડાન્સરની ભૂમિકા કોઈ અન્ય યુવતી એ ભજવેલી હતી. આજે અમે તમને તે યુવતીની વાત કરીશું. રાજા હિન્દુસ્તાની ફિલ્મમાં આઈટમ સોંગ થી ઓળખ મળેલી યુવતીનું નામ છે પ્રતિભા સિંહા. પ્રતિભા સિંહાએ આ ગીતથી પોતાની એક અનોખી ઓળખ મેળવી દીધી હતી. તેમનો જન્મ ચાર જુલાઈ 1969 ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેને ફિલ્મની શરૂઆત વર્ષ 1992 માં મહેબુબ મેરે મહેબૂબ મેરે થી કરી હતી.
પ્રતિભા સસિંહા ની વાત કરવામાં આવે તો આજે તે ખૂબ જ બદલાઈ ગયેલી જોવા મળે છે. વર્ષ 2000માં તેને છેલ્લી ફિલ્મ લે ચલે અપને સંગ કરી હતી. ત્યારબાદ તેને કાયમ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અલવિદા કહી દીધું છે. એ સમયે જોવા મળેલી પ્રતિભા સિંહા આજના દિવસોમાં કંઈક અલગ જ દેખાવમાં જોવા મળે છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવેલી છે. આ અભિનેત્રીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે પરંતુ કોઈ ખાસ એનું કરિયર બોલીવુડમાં બનેલું ન હતું.
તેને દીવાના મસ્તાના, જંજી,ર સૈન્યરાજ જેવી અનેક ફિલ્મોમાં કામ કરેલું છે અને આજે પણ લોકોના હૃદયમાં સ્થાન બનાવી ચૂકી છે. તેની કારકિર્દી ખતમ થવાનું એક કારણ સંગીતકાર નદીમ પણ કહેવામાં આવે છે. કારણ કે સંગીતકાર નદીમ સાથે તેનું પ્રેમ ચક્કર હતું તેના લીધે કદાચ તેને બોલીવુડને અલવિદા કહી દીધું છે. પરંતુ આજે પણ તે પોતાનું જીવન સુંદર રીતે ગુજારતી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!