વેરાવળ- યુપી ના રોમિયો એ બિહાર ની પરણિત મહિલા ની છેડતી કરી લોખંડ ના સળિયા ના ઘા ઝીકી દેતા મહિલા,,જાણો ઘટના.
રોજબરોજ હત્યા અને આત્મહત્યા ના કિસ્સા સમાજમાં બનવા સામાન્ય થઈ ચૂક્યા છે. લોકો નાની એવી વાતોમાં એકબીજાની હત્યા કરી બેસેતા હોય છે. એવી જ એક ઘટના રાજકોટના શાપર વેરાવળ થી સામે આવે છે. જેમાં મૂળ બિહારની પરણીત મહિલા તેના પતિ અને ત્રણ બાળકો સાથે શાપર વેરાવળના એક કારખાનાની ઓરડીમાં રહેતી હતી અને ત્યાં ત્યાં જ એક ઉત્તર પ્રદેશનો વ્યક્તિ રહેતો હતો.
ઉત્તર પ્રદેશનો વ્યક્તિ બિહારની પરણીત મહિલાની અવારનવાર છેડતી કરતો હતો અને ઉત્તર પ્રદેશના તે વ્યક્તિએ પરિણીત મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. વધુ વિગતે વાત કરીએ તો વેરાવળમાં રેડીકો ઓટોમેન્શનની બાજુમાં કારખાનાની એક ઓરડીમાં બિહારની પરણીત મહિલા શબનમ કુમારી સંતોષ ચૌહાણ રાત્રે પોતાના ઘરે એકલી હતી.
એ સમયે નજીકમાં જ રહેતા અને કારખાનામાં કામ કરતા ઉત્તર પ્રદેશના સોનુ નામના વ્યક્તિએ તેના ભાઈ શંભુ સાથે આવીને શબનમ કુમારી ઉપર લોખંડના સળિયા થી હુમલો કરતા ઈજાગ્રસ્ત શબનમ કુમારીને પહેલા શાપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ત્યાં તેને અંતિમ શ્વાસ લીધા હતા. તેના પતિ સંતોષ ચૌહાણ એ કહ્યું કે તે સન્ની એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરે છે.
તેના ના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. તેઓને એક પુત્ર અને બે પુત્રી છે. પતિએ કહ્યું કે તે પોતે રાતના 10:00 વાગ્યે કારખાના ઉપર હતા. ત્યારે તેના સાળાનો દીકરો પવન તેને બોલાવવા આવ્યો હતો અને કહ્યું કે સોનુ અને તેનો ભાઈ શંભુ તમારી પત્ની સાથે ઝઘડો કરી રહ્યા છે. આથી સંતોષ તરત ત્યાં તેના બે સાથીઓ સાથે દોડી આવ્યો હતો. એ સમયે શંભુ અને સોનુ ને ઝઘડો કરવાની ના પાડી હતી. તો તે લોકો વધુ ઉશ્કેરાઈ ગયા.
એ જ સમયે શબનમ કુમારીના વાળ ખેંચીને તેને નીચે પાડી હતી અને તેના ઉપર લોખંડના સળિયા ના ઘા ઝીક્યા હતા. બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જતા ત્યાં તેનું મોત થયું હતું. વધુમાં તેને જણાવ્યું કે ઉત્તર પ્રદેશનો સોનુ અને શંભુ ત્યાં બાજુની જ ઓરડીમાં રહે છે. સોનું વારંવાર દારૂ પીને તેની પત્નીની પજવણી કરતો હતો અને તેને વારંવાર હેરાન કરતો હતો. તે પોતાના ઘરની બારીમાંથી ડોકા કાઢીને શબનમ કુમારીની છેડતી પણ કરતો હતો. આમ આ આખી ઘટના સામે આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!