Gujarat

ગુજરાત માં બની અકસ્માત ની બે ગંભીર ઘટના ! ટ્રેક્ટર માં બેસેલ એક મજુર ને ભરકી ગયો કાળ,,જુઓ તસ્વીર.

Spread the love

રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. રોજબરોજ રોડ રસ્તા ઉપર અનેક વાહનોની અવર જ્વર થતી હોય છે. તો એ વ્યક્તિઓ પોતાના કામ ધંધા અર્થે જતા હોય છે. એવામાં ક્યારેક કોઈ ડ્રાઇવરની બેદરકારી અથવા તો વાહનોમાં ખામી સર્જાવવાના કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે. હાલમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે.

પહેલા અકસ્માતની વાત કરવામાં આવે તો તે અકસ્માત મોરબી રાજકોટ હાઇવે પર વીરપર નજીક શુક્રવારે થયો હતો. જેમાં એક ટ્રક અને એક આઇસર ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે આઇસર ની કેબીન નો ટુકડો બોલી ગયો હતો. જેના પગલે રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રક ચાલકે અચાનક વળાંક લેતાની સાથે તેની પાછળથી એક આઇસર આવી રહ્યું હતું અને બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

બીજા અકસ્માત ની વાત કરવામાં આવે તો બીજો અકસ્માત હળવદ અમદાવાદ હાઈવે પર શક્તિનગર ગામ નજીક થયો હતો. જેમાં જાણવા મળ્યું કે હળવદ તાલુકાના લીલાપુર થી ટ્રેક્ટર માં મગફળી ભરી હળવદ યાડમાં કેટલાક શ્રમિકો મગફળીના વેચાણ માટે જઈ રહ્યા હતા. ટ્રેક્ટરમાં મગફળી લઈને વેચવા જતા સમયે અચાનક પાછળ થી આવી રહેલા એક ટ્રકે ટ્રેકટરને જોરદાર ટક્કર મારી આથી ટ્રેક્ટરની ટોલીમાં બેઠેલા યુવાનો ટ્રોલીમાંથી પલટી મારી નીચે પડ્યા હતા.

જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું તો અન્ય એક વ્યક્તિને મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં છોટા ઉદયપુર જિલ્લાના રંગપુર ગામના જોરીયા ભાઈ નારણભાઈ ધાનુક મજૂરી ગામ અર્થે વાડી પર આવ્યા હતા. ટ્રેક્ટર ટોલીમાં બેઠેલા જોરીયા ભાઈ નારણભાઈ ધાનુક ઘટના સ્થળે મોત થયું હોય તો જ્યારે પુના ભાઈને ઇજા થતા તેમને સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ આ બે અકસ્માતની ભયંકર ઘટના ગુજરાતમાંથી સામે આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *