વૃદ્ધ દાદી પ્રત્યે પોલીસ જવાને જે માનવતા દાખવી તે જોઈ તમારું હદય પણ પીગળી જશે,,જુઓ વિડીયો.
આપણા રોજબરોજના જીવનમાં અનેક એવા ગુનાખોરી તત્વોના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવા ગુનાખોરી તત્વના કિસ્સામાં સમાજમાં પોલીસ લોકોની મદદ માટે આવતી હોય છે. પોલીસ ગમે તેવા સમયમાં પણ જાહેર જનતાની મદદ માટે ઉભી રહેતી હોય છે. બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો હતો. તેમાં પણ પોલીસ જવાનોએ તેની જવાબદારી સારી રીતે નિભાવી હતી.
હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારીએ એક વૃદ્ધ દાદીની એવી સેવા કરી કે જેને જોઈને તમારું હૃદય પણ પીગળી જશે. ખરેખર આ પોલીસ જવાને જે વૃદ્ધ દાદીની સેવા કરી છે તે જોઈને લોકો પોલીસ અધિકારીના ખૂબ વખાણ કરી રહ્યા છે. તો ચાલો વીડિયોની વાત કરીએ તો પોલીસવાળા વૃદ્ધ મહિલાને પૂછે છે કે કેટલા જામફળ બાકી છે. અમ્મા કહે છે કે બે કિલો. પોલીસકર્મી તેને પૂછે છે કે આખો જામફળ વેચાઈ જશે તો તમે ઘરે જસીશો?
પછી તે બાકીના જામફળની કિંમત પૂછે છે. અમ્મા કહે છે કે 40. પછી પોલીસવાળા 100 રૂપિયા આપે છે અને અમ્માને કહે છે કે હવે ઘરે જાવ, આટલા તડકામાં અહીં ન બેસો. જ્યારે અમ્માએ બધા જામફળ આપવાનું શરૂ કર્યું ત્યારે તેણે ના પાડી. આ વીડિયો જોઈને લોકો પોલીસ ઓફિસરની માનવતાને સલામ કરી રહ્યા છે. આમ આ વિડીયો જોઈને લોકો આ પોલીસ અધિકારી ની સેવાને વખાણી રહ્યા છે.
बुजर्ग अम्मा बेच रही थी अमरूद, तभी पहुंच गई पुलिस.. और फिर.. वीडियो ने सोशल मीडिया पर मचाई धूम pic.twitter.com/h3drcjlzox
— Bundeli Bauchhar (@bundelibauchhar) December 5, 2022
એક વૃદ્ધ દાદીની મદદ કરવા બદલ પોલીસ અધિકારી ને ધન્યવાદ આપી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. આવા અનેક પોલીસ જવાનો સાથે જોડાયેલા કિસ્સાઓ રોજબરોજ સામે આવતા હોય છે. ગમે તે ઋતુ હોય પોલીસ જવાનો પોતાની જવાબદારી સારી રીતે નિભાવતા હોય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 લાખથી પણ વધારે વ્યુ મળી ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!