India

માત્ર 8-સેકન્ડ નો વિડીયો તમારી આંખ માંથી લાવી દેશે આંસુ ! બાળક નો માતા પ્રત્યે નો અદ્દભુત પ્રેમ,,જુઓ વીડિયો.

Spread the love

આપણા જીવનમાં આપણા માતા-પિતાનું અસ્તિત્વ અને મહત્વ ખૂબ ઊંચું છે. ભગવાન પછી જો કોઈ વ્યક્તિનું સ્થાન આપણા જીવનમાં આવે તો તે આપણા માતા-પિતાનું હોય છે. ભગવાનને સમકક્ષ આપણા માતા-પિતાને ગણવામાં આવતા હોય છે. માતા પિતા પોતાના બાળકો માટે ગમે તે હદ સુધી જઈ શકતા હોય છે. એટલે કે બાળકોની તમામ ઈચ્છાઓ માતા-પિતા પૂરી કરતા હોય છે.

બાળકો ઉપર આંચ આવવા દેતા હોતા નથી અને એમાં પણ ખાસ કરીને માતા નું સ્થાન પિતા કરતા પણ ઉચ્ચ ગણવામાં આવે છે. માતા પોતાના બાળક ની સાથે પડછાયા ની જેમ રહે છે. બાળકને શું જોઈએ છે અને શું નથી જોઈતું તે માતા વગર કહે તે સમજી જતા હોય છે. પરંતુ હાલમાં એક એવો ભાવુક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે તમારા આંસુને રોકી પણ નહીં શકો.

વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક માતા હોસ્પિટલના બેડ ઉપર સુતેલા જોવા મળે છે. તેની બાજુમાં માત્ર બે થી ત્રણ વર્ષનો એક નાનો બાળક બેસેલો જોવા મળે છે. માતાને હોસ્પિટલના બેડ ઉપર સૂતેલા જોઈને બાળક ખૂબ જ ભાવુક થઈ ગયો છે. બાળક પોતાના માતાના મોઢા ઉપર હાથ ફેરવતો જોવા મળે છે. બાળકનું મોઢું જોતા ખ્યાલ આવી જાય કે બાળક તેની માતાને હોસ્પિટલમાં સૂતેલા જોઈને તે પણ ખૂબ દુઃખ અને પીડા અનુભવે છે. બાળકને જોતા ખ્યાલ આવે કે બાળક પણ હમણાં જ રડી પડશે.

માત્ર 8 સેકંડનો આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને આ બાળકનો તેના માતા પ્રત્યેનો પ્રેમ જોઈને ભલભલાને આંખમાંથી આંસુ નીકળી ગયા છે. આ ઈમોશનલ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ શેર કરી રહ્યા છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ જિંદગી ગુલઝાર હે નામના એકાઉંટ પર શેર કરવામાં આવેલો છે. આવા ભાવુક વિડિયો તમારી આંખોમાંથી પણ આંસુ લાવી દેશે. આવો માતા પુત્રનો અદભુત પ્રેમ તો ક્યારેક જ જોવા મળતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *