અભિનેતા અક્ષય કુમાર ના ઘર ની ઝલક આવી સામે ! આલીશાન-બેનમૂન ઘર કોઈ મહેલ થી ઓછું નથી તમામ સુવિધા,,જુઓ તસવીરો.
ભારતમાં બોલીવુડ સાથે સંકળાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ સોશિયલ મીડિયા ઉપર ખાસ ચર્ચા નો વિષય રહે છે. પોતાના અંગત જીવન થી માંડીને પોતાના પ્રોફેશનલ જીવનને લઈને રોજબરોજ ચર્ચાનો વિષય રહેતા હોય છે. બોલીવુડના મહાન અભિનેતા અને બોલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર આજે ભારતમાં સફળ અભિનેતામાંના એક છે. એક સમયે મુંબઈની હોટલમાં વેઇટરનું કામ કરનાર અક્ષય કુમાર આજે બોલિવૂડના એક સફળ અભિનેતા બની ચૂક્યા છે.
અક્ષય કુમાર જે ઘરમાં રહે છે તે ઘર વિશે આજે અમે તમને જણાવીશું. અક્ષય કુમારનું ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પ્રાઇમ બિલ્ડિંગમાં છે. અક્ષયકુમાર જે ઘરમાં રહે છે તે ઘરની કિંમત 80 કરોડથી પણ વધુ કહેવાય છે. અક્ષય કુમાર જે ઘરમાં રહે છે તે જ બિલ્ડિંગમાં બોલીવુડના અન્ય ઘણા બધા સ્ટાર્સ પણ રહે છે. અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને બંને બાળકો સાથે રહે છે. ઉપરાંત અક્ષય કુમારના ઘરમાં પાલતુ પ્રાણીઓ પણ રહેતા જોવા મળે છે.
અક્ષય કુમારના ઘરની વાત કરવામાં આવે તો તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ ઘરને સુંદર રીતે સજાવ્યું છે. તેના ઘરમાં સુંદર બગીચો પણ છે અને ગાર્ડન માટે ખૂબ મોટો એરીયા કવર કરવામાં આવેલો છે. ટ્વિંકલ ખન્નાએ ઘરમાં એક કેરીનું ઝાડ પણ લગાવેલું જોવા મળે છે. અક્ષય કુમારના ઘરમાં કિચન થી લઈને થિયેટર સુધી તમામ વસ્તુઓ આલીશાન અને ભવ્ય છે. તેનું ઘર કોઈ મહેલથી ઓછું લાગતું નથી.
તેની પત્ની ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના ઘરને અને તેના પરિવાર સાથે સંબંધિત અનેક તસવીરો શેર કરતી રહે છે. અક્ષય કુમાર નું નામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું છે. તેના ચાહકોની સંખ્યા પણ કરોડોમાં જોવા મળે છે. અક્ષય કુમાર તેના ફિટનેસ ને લઈને ખાસ એવા સચેત રહે છે. રોજબરોજ તેના ફિટનેસને લઈને તમામ ટાઈમ ટેબલ તે ફોલો કરતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!